Instagram has hit 1-year-old girl due to her hair, found modeling contract
  • Home
  • Featured
  • આ ક્યૂટ ઢીંગલીના 3 લાખ કરતા પણ વધારે ફોલોઅર્સ, જાણો શું છે રહસ્ય

આ ક્યૂટ ઢીંગલીના 3 લાખ કરતા પણ વધારે ફોલોઅર્સ, જાણો શું છે રહસ્ય

 | 2:28 pm IST


જો તમે વિચારી રહ્યા છો કે ફક્ત પ્રખ્યાત સેલિબ્રિટી જ તેમના ઇન્સ્ટાગ્રામ પર હજારો, લાખો, ફોલોઅર્સ હોય છે તો તમે ખોટા છો. તમને સાંભળીને અને વાંચીને હેરાની થશે કે જાપાનની આ 1 વર્ષની છોકરીના તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 3 લાખ 54 હજાર ફોલોઅર્સ છે. એટલું જ નહીં માત્ર એક વર્ષની ઉંમરમાં આ છોકરીને મૉડલિંગનો કોન્ટ્રાક્ટ પણ મળી ગયો છે અને તેનું કારણ છે તેના કાળા અને ભરાવદાર વાળ…

જાપાનની આ છોકરીનું નામ બેબી ચાંકો છે અને તે પૈંટીન જાપાનની જાહેરાતમાં નજરે પડી રહી છે. ચાંકોનો જન્મ થયો ત્યારથી જ તેને ભરાવદાર વાળ હતા જે સામાન્ય રીતે બાળકોમાં ઓછા જોવા મળે છે.

ચાંકો માત્ર 4 મહીનાની હતી જ્યારે તેની માતાએ તેની પ્રથમ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જ્યારે તેની તસવીર ખૂબ વાયરલ થઇ ગઇ હતી. ચાંકોની મમ્મી કાનોએ કહે છે કે તે લોકોની વચ્ચે હેર બેબી ગર્લના નામથી પ્રખ્યાત છે. આટલી નાની ઉંમરમાં તેના વાળના કારણે તે દુનિયાભરમાં પ્રખ્યાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન