more than 35000 posts will recruit the gujrat state government will recruit
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • આ વર્ષમાં રોજગારીની નવી આશા, ગુજરાત સરકાર 35 હજાર કરતાં વધુ જગ્યા પર કરશે ભરતી

આ વર્ષમાં રોજગારીની નવી આશા, ગુજરાત સરકાર 35 હજાર કરતાં વધુ જગ્યા પર કરશે ભરતી

 | 8:14 pm IST
  • Share

નવા વર્ષે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે ગુજરાત સરકાર નાની મોટી તમામ મળીને આ વર્ષમાં કુલ 35 હજારથી 37 હજાર જગ્યાઓ પર ભરતી કરવા જઈ રહી છે. રાજ્ય સરકાર નવા વરસે ભરતી કરશે જેમાં 35 હજાર કરતાં વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. GPSCમાં 1212 જગ્યા માટે 1 ડિસે. સુધી અરજી કરી શકાશે. ઊર્જા વિભાગમાં 2 હજાર, પોલીસમાં 11 હજાર ભરતી અને 6 હજાર શિક્ષકની પણ ભરતી થશે. તેમજ અગાઉની 900 જગ્યાની ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ વર્ષ રોજગારી માટે નવી આશાઓ જન્માવનારું સાબિત થશે.

ગુજરાત સરકારે અંદાજે 35 હજાર જેટલી નોકરીઓ અંદાજપત્રીય જોગવાઈમાં રાખી હતી, જેમાં મોટી ભરતીઓમાં 11 હજારથી વધુ વિવિધ પોલીસ સંવર્ગ, 6 હજાર કે તેથી વધુ શિક્ષકો અને 2 હજાર જેટલાં ઊર્જા વિભાગના કર્મચારીઓનો સમાવેશ થાય છે એવું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) જ હાલ મંજૂર થયેલી 2,200 જેટલી જગ્યાઓ પર 160થી વધુ ભરતીઓ કરી રહી છે. આ પૈકી હાલ જ જાહેર થયેલી 1,200 કરતાં વધુ ભરતીઓ માટે અરજીની તારીખ પહેલી ડિસેમ્બર સુધી લંબાવી દેવાઇ છે.

આ ઉપરાંત વાત કરીએ તો આ પહેલાં જાહેર કરાયેલી 900 કરતાં વધુ જગ્યાઓની ભરતી પ્રક્રિયા પણ ટૂંક સમયમાં હાથ ધરાશે. જીપીએસસીના અધ્યક્ષ દિનેશ દાસાના જણાવ્યા મુજબ આયોગે બહાર પાડેલી આરએફઓ, ડીવાયએસઓ, જીએમડીસી વહીવટી અધિકારી, ઓફિસ આસિસ્ટન્ટ અને એવી અન્ય જગ્યાઓ માટે કોઇપણ વિદ્યાશાખાઓમાંથી સ્નાતક થયેલાં વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. તેમજ પંચાયત, મહેસૂલ, વન વિભાગ, નાણાં વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગને સંબંધિત અનેક જગ્યાઓની ભરતી આ વર્ષમાં કરવામાં આ‌વશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન