More Than 500 Indians Stranded in Libya, Foreign Minister asked for Leave
  • Home
  • Featured
  • લિબિયા સંકટ: 500 ભારતીય ફસાયા, સુષ્મા સ્વરાજે આપી ચેતવણી- જલ્દી નીકળો નહીંતર…

લિબિયા સંકટ: 500 ભારતીય ફસાયા, સુષ્મા સ્વરાજે આપી ચેતવણી- જલ્દી નીકળો નહીંતર…

 | 9:04 pm IST

લિબિયામાં સત્તા સંઘર્ષના કારણે પરિસ્થિતિઓ ગંભીર બની છે. જ્યારે હવે ભારત સરકારે પણ લિબિયાની રાજધાનીમાં ફસાયેલ ભારતીયોને ત્યાંથી તરત જ નીકળી જવાની સલાહ આપી છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વિટ કરી આ વિશે જણાવ્યું છે.

વિદેશ પ્રધાને કહ્યું કે,‘લિબિયાથી ભારતીયોને બહાર કાઢવા માટે યોગ્ય સ્તરે અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે અને ત્યારની યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં ત્રિપોલીમાં 500થી વધુ ભારતીય ફસાયા છે.’
વધુ ઉમેરતા તેમને કહ્યું કે,‘ત્રિપોલીમાં સંજોગો તીવ્ર ગતિએ ગંભીર બની રહ્યા છે. જોકે હાલ વિમાની સેવા ચાલું છે. તેથી બધા લોકો તેમના સંબંધીઓ અને મિત્રોને ત્રિપોલીથી તરત જ નીકળવાના સૂચનો આપે. નહીંતર અમે તેમને ત્યાંથી બહાર કાઢવામાં કોઈ મદદ નહીં કરી શકીશું.’ ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ભારતે ત્રિપોલીમાં રહેતા ભારતીયોને ત્યાં સાવચેતી રાખવા કહ્યું હતું. સાથે ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર(00218 924201771) પણ જાહેર કર્યો હતો.

તમને જણાવી દઈએ કે કર્નલ ગદ્દાફીને સત્તાથી હટાવવા અને તેમની હત્યા પછી લિબિયામાં પિરિસ્થિતિ વધુ ખરાબ બની છે. વિદ્રોહીઓ અને નેતા જનરલ હફ્તારની સેના અને અન્ય સશસ્ત્ર બળો વચ્ચે સંઘર્ષ શરૂ થયાની માહિતી મળી છે. જેના કારણે લીબિયામાં સંકટ ઘેરાયો છે. મંગળવારે મોડી રાત્રે લિબિયાના ત્રિપોલીના વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી હતી.

આ પહેલા ગુરૂવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ત્રિપોલીમાં ચાલી રહેલા સંઘર્ષ સંબંધી રિપોર્ટ તૈયાર કરી હતી. જેમાં કહ્યું હતું કે ત્રિપોલીમાં છેલ્લા બે સપ્તાહ થયેલ હિંસા દરમિયાન 18 નાગરિકો સહિત 205 લોકોના મોત થયા છે. ઉપરાંત ઓછામાં ઓછા 913 લોકો ગંભીર રીતે ઘવાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન