More than 700 wedding guests exempted, government considering lifting night curfew
  • Home
  • Featured
  • કોરોના સંદર્ભે સરકારે મુકાયેલા નિયંત્રણો આ મહિને હળવા થશે

કોરોના સંદર્ભે સરકારે મુકાયેલા નિયંત્રણો આ મહિને હળવા થશે

 | 7:58 am IST
  • Share

  • ડિસેમ્બરના આરંભે કોરોનાના નિયંત્રણો હળવા થશે

  • દિવાળી પછીના ચેપના ફેલાવાની ગતિ વધી નહીં

ગુજરાતમાં શાળાઓ ખોલ્યા બાદ સરકાર આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ હટવવા અને લગ્ન સહિતના પ્રસંગોમાં 700થી વધુ વ્યક્તિઓને છૂટ આપવા આગળ વધી રહી છે. કોરોના સંદર્ભે સરકારે મુકાયેલા નિયંત્રણો ડિસેમ્બરના આરંભે હળવા થશે. આ સંદર્ભે આગામી પાંચ- છ દિવસમા નિર્ણય લેવાશે.

આરોગ્ય વિભાગના ટોચના અધિકારીએ કહ્યું કે, દિવાળી પછી ગુજરાતમાં ચેપના ફેલાવાની ગતિમાં વધી નથી. દિવાળીના તહેવારોમાં અસંખ્ય નાગરિકો રાજ્ય બહાર ફરીને પરત આવ્યા છે. ત્રણ સપ્તાહથી આ ગતિવિધિ ઉપર નિષ્ણાતોની સમિતિ ધ્યાન આપી રહી છે. પાડોશના રાજસ્થાનમાં પહેલાથી જ છૂટછાટો છે. મહારાષ્ટ્રમાં નિયંત્રણો હળવા છે.

400 વ્યક્તિઓ સુધીની મર્યાદાઓ હટાવવા પણ માંગણી થઈ 

આથી, ટૂંક સમયમાં રાત્રિ કરફ્યૂ ઉઠાવવા નિર્ણય સરકાર કક્ષાએ નિર્ણય લેવાશે. 13 ડિસેમ્બરથી કમુરર્તા શરૂ થાય છે. આથી, લગ્ન સહિતના સામાજિક- ધાર્મિક પ્રસંગોમાં 400 વ્યક્તિઓ સુધીની મર્યાદાઓ હટાવવા પણ માંગણી થઈ છે. જાન્યુઆરી- 2022માં યોજનારી વાઈબ્રન્ટ સમિટ માટે પ્રિ- સમિટના કાર્યક્રમો શરૂ થઈ ચૂક્યા છે. આ કારણોસર પણ સરકાર આઠ શહેરોમાં રાત્રિ કરફ્યૂ રાજ્યભરમાં અમલમાં રહેલા નિયંત્રણો ઉઠાવશે તેમ કહેવાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો