Morning time is perfest for couples, gives health benefits
  • Home
  • Featured
  • સવારે સેક્સ કરવાનું ચૂકતા નહિ, થાય છે ઢગલાબંધ ફાયદા

સવારે સેક્સ કરવાનું ચૂકતા નહિ, થાય છે ઢગલાબંધ ફાયદા

 | 12:34 pm IST

સામાન્ય રીતે કપલ્સ એ જાણવા વધુ તત્પર હોય છે કે દિવસમાં કયા સમયે કરાતું સેક્સ સૌથી વધુ બેસ્ટ હોય છે. ત્યારે આવા કપલ્સ માટે જવાબ આવી ગયો છે. અમેરિકાના રિસર્ચ સાયન્ટીસ્ટ અને સેક્સ સલાહકારે એક રિસર્ચ દરમિયાન આ સમયનો ખુલાસો કર્યો છે. તેમના મુજબ સેક્સ માટે સૌથી બેસ્ટ સમય સવારનો હોય છે.

સેક્સ હેલ્થ માટે ફાયદાકારક છે તે તો બધા જ જાણે છે. પણ જો તમે સવારના સમયે સેક્સ કરશો તો તે તમારા માટે વધુ ફાયદાકારક સાબિત થશે. સવારના સમયે સેક્સ કરવાથી તમારો આખો દિવસ તાજગીભર્યો અને ફીટ રહેશે. આ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, સવારના સમયે સેક્સ દરમિયાન આપણા શરીરમાંથી નીકળનારા કેમિકલ્સથી કપલને વધુ સંતુષ્ટિ મળે છે. જેનાથી કપલ્સ ખુશ તો થાય જ છે, સાથે જ સ્વસ્થ પણ અનુભવે છે.

આ જ પ્રકારના અન્ય એક રિસર્ચમાં જાણવા મળ્યું કે, સવારના સમયે સેક્સ કરવાથી આપણા શરીરની એક પ્રકારની એક્સરસાઈઝ થઈ જાય છે. સેક્સ મામલે થયેલા અનેક રિસર્ચ પણ આ બાબતની પુષ્ટિ કરે છે કે, સવારના સમયે સેક્સ કરવાથી મહિલા અને પુરુષ બંનેની પ્રજનન ક્ષમતા વધે છે. સપ્તાહમાં ઓછામાં ઓછું ત્રણવાર સવારે સેક્સ કરવાથી સ્ટ્રોકનો ખતરો ઓછો થઈ જાય છે.