મોર્નિંગ ટુ ઈવનિંગ સ્કિન કેર - Sandesh

મોર્નિંગ ટુ ઈવનિંગ સ્કિન કેર

 | 12:00 am IST

બ્યુટી । રશ્મિકા

મોર્નિંગ

૧. ત્વચાને જગાડોઃ

તૈલીય ચહેરા પર હૂંફાળા પાણીના છાંટા મારો, એનાથી ચહેરા પરનું વધારાનું તેલ નીકળી જશે અને ચહેરો ખીલ અને બ્લેકહેડ્સથી બચેલો રહેશે. જો આપની ત્વચા સૂકી હોય તો હૂંફાળા પાણીનો ઉપયોગ ન કરો, એનાથી ત્વચા વધુ સુખી થશે અને તેનું લચીલાપણું પણ ઘટી જશે.

૨.સાફ કરો

સ્નાન કરતી વખતે ત્વચા અનુસાર ક્લિંઝરથી ત્વચાને સારી રીતે સાફ કરો. હાર્શ કેમિકલયુક્ત ઉત્પાદનના ઉપયોગથી બચવું જોઈએ, કેમ કે એનાથી ત્વચાની કોમળતા ખતમ થઈ જાય છે. ફિણવાળું સૌમ્ય ક્લિંઝર દરેક પ્રકારની ત્વચા માટે યોગ્ય છે.

૩. ક્રીમ લગાવો

ઋતુ અને પર્યાવરણની નકારાત્મક અસર માટે સવારે આપની ત્વચાને તૈયાર કરી દો. એમાં ધૂમ્મસ, સૂર્યના હાનિકારક કિરણો અને પ્રદૂષણ વગેરેથી બચવા માટે એસપીએફ યુક્ત ક્રીમનો ઉપયોગ આખા શરીર પર કરો.

૪. એક્સફોલિએટ કરો

વિશેષજ્ઞાો દ્વારા સપ્તાહમાં બે વાર ત્વચાને એક્સફોલિએટ કરવાની સલાહ  અપાઈ છે. એનાથી મૃત ત્વચા, ગંદકી અને ધૂળ-માટી સાફ થાય છે, જે મોન્સૂનમાં આવશ્યક છે. એની સાથે જ એક્સફોલિએટથી સનટેન પણ ખતમ થાય છે અને ત્વચા કોમળ મુલાયમ બની જાય છે.

૫. ટોનિંગ કરો

મોેટાભાગની મહિલાઓ  ત્વચાને ટોન કરવાનું ભૂલી જાય છે, પરંતુ ત્વચાની સારસંભાળમાં આ એક મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે. ટોનિંગથી ત્વચામાં પીએચ બેલેન્સ જળવાઈ રહે છે. ટોનરમાં કોટન બોલને ડૂબાડીને ત્વચા પર ખાસ કરીને માથું, નાકની આસપાસ અને દાઢી પર એનો ઉપયોગ કરો. પરંતુ એનું ધ્યાન રાખો કે આ ઋતુમાં એસ્ટ્રિજેંટ અને આલ્કોહોલયુક્ત ટોનરનો ઉપયોગ ન કરવો જોઈએ, જે ત્વચાને ભીનાશ આપવાને બદલે નુકસાન પહોંચાડી શકે છે.

૬. મોઈૃરાઈઝ કરો

મોઈૃરાઈઝર ત્વચાને પોષણ આપે છે, ત્વચા પરથી ઉંમરના નિશાનોને દૂર કરે છે અને ત્વચામાં ચમક લાવે છે. મોઈૃરાઈઝર સામાન્ય તૈલીય અને સૂકી ત્વચા ત્રણેય માટે આવશ્યક છે,

૭. સનસ્ક્રીનનો ઉપયોગ

શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ દરેક ઋતુમાં આપની બ્યુટી પ્રોડક્ટમાં એસપી એફ ૩૦થી અધિકનું સનસ્ક્રીન અવશ્ય હોવું જોઈએ.  જે લાંબા સમય સુધી કામ કરશે. તમે ઈચ્છો તો એસપીએફયુક્ત મોઈૃરાઈઝરનો ઉપયોગ કરી શકો છો.

૮. ફંગલ ઈંફેકશન્સથી બચો

આ ઋતુમાં શરીરમાં કેટલાય ભાગોમાં ફંગલ ઈંફેક્શન થઈ જાય છે, ભીના કપડાં પહેરવાથી કે પસીનો નીકળવાથી ત્વચામાં ભીનાશ જળવાયેલી રહે છે અને ત્યાં ફંગસ પેદા થઈ જાય છે. એનાથી ત્વચા પર સફેદ પોપડી જેવું જામી જાય છે અને ખુજલી થાય છે. જો ધ્યાન ન અપાય તો તેમાં બેક્ટેરિયલ ઈંફેક્શન પણ થઈ જાય છે. આ ફંગલ ઈંફેક્શનથી બચવા માટે જરૂરી છે કે શરીરના આવા ભાગો જેવાં કે બગલ, જાંઘ અને પગની આંગળીઓની વચ્ચે સાફ-સફાઈનું વિશેષ ધ્યાન  રાખવું જોઈએ. આ સ્થાનોને વધુ સમય સુધી ભીનાં ન રાખવાં જોઈએ.

૯. વસ્ત્રો પર ધ્યાન

આ ઋતુમાં વધુ કસાવવાળા વસ્ત્રો ન પહેરો. નાયલોનના મોજાં પહેરવાને બદલે સુતરાઉ મોજાં પહેરો અને પગરખાં પહેરતાં પૂર્વે આંગળીઓની વચ્ચે એંટી ફંગલ પાઉડરનો છંટકાવ કરી દો.

ઈવનિંગ

સવારની સરખામણીએ સાંજે ત્વચાને વધુ દેખભાળની આવશ્યક્તા હોય છે, કેમ કે દિવસભરનો મેકઅપ અને ધૂળ-માટીને સાફ કરવાના હોય છે.

૧. સાફ કરો

સાંજના  સમય એવો હોય છે, જ્યારે ત્વચાને આરામની જરૂર હોય છે. એના માટે  સૌથી પહેલાં  ચહેરાની સફાઈ કરો, એનાથી દિવસભરની ધૂળ-માટી, મેક-અપ, પસીનો અને ગંદકી ત્વચામાંથી બહાર આવી જશે. ચહેરાને સાફ કર્યા પછી એલોવેરા જેલનો ઉપયોગ કરો. એનાથી ત્વચામાં ભીનાશ જળવાઈ રહેશે અને કોઈ પણ પ્રકારના ઈંફેક્શનનો ભય પણ નહીં રહે, સાથોસાથ ત્વચામાં કોમળતા પણ જળવાઈ રહેશે.

૨. ટોનિંગ કરો

દિવસના અંત થતાં સુધીમાં તો ચહેરાની સૌમ્યતા અને આવશ્યક ભીનાશ પૂરી થઈ જાય છે. એના  માટે પ્રાકૃતિક ટોનરથી ત્વચાને ટોન કરો. કાકડીનો જ્યૂસ કે ગુલાબજળને ટોનર તરીકે ઉપયોગમાં લો. એના પ્રાકૃતિક ગુણ ત્વચાને સ્વસ્થ બનાવી રાખશે.

૩. મોઈૃરાઈઝરનો ઉપયોગ

મોઈૃરાઈઝર ઉપયોગ કરવાની આદત ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે. રાત્રે સૂતાં પૂર્વે ચહેરા પર અધિક માત્રામાં મોઈૃરાઈઝર કે નાઈટક્રીમનો ઉપયોગ કરો. સાથે જ શરીરના બાકીના ભાગોને પણ મોઈૃરાઈઝ કરવાનું ભૂલશો નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન