Moroccan Singer Nasr Megri Sings The Favourite Bhajan in The Presence of Sushma Swaraj
  • Home
  • Featured
  • સુષમા સ્વરાજની હાજરીમાં જ વિદેશી ગાયકે લલકાર્યું ભજન, થઇ જશો મંત્રમુગ્ધ

સુષમા સ્વરાજની હાજરીમાં જ વિદેશી ગાયકે લલકાર્યું ભજન, થઇ જશો મંત્રમુગ્ધ

 | 5:29 pm IST

વિદેશ મંત્રી સુષમા સ્વરાજ વિભિન્ન ક્ષેત્રોમાં પરસપરના હિતો જળવાઇ રહે તે હેતુથી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે આફ્રિકી દેશ મોરક્કોની યાત્રા પર છે. રવિવારે ત્યાં ભારતીય સમુદાયના પ્રતિનિધિઓએ તેમની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન મોરક્કોના ગાયક નસ્ર મેગ્રી (Nasr Megri)એ વિદેશ મંત્રીના સમક્ષ મહાત્મા ગાંધીનું પ્રસિદ્ધ ભજન ‘વૈષ્ણવ જન તો તેને કહિએ’ ગાયું હતું.

આ બાબતે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કર્યું હતું કે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ મોરક્કોના રબાત પહોંચી ગયા છે. આ દેશની તેમની આ પ્રથમ યાત્રા છે. વિદેશ મંત્રી તેમની આ સંક્ષિપ્ત યાત્રા દરમિયાન મોરોક્કોના પોતાના સમકક્ષ નાસેર બોરેટા તથા રાજકીય નેતૃત્વથી મુલાકત કરશે. અમે જુદા જુદા ક્ષેત્રોમાં આપણો સંબંધ મજબૂત કરવા પ્રાથમિકતા આપીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન