'Mosque Pick Up' Point For Anti Modi Rally In Houston
  • Home
  • Featured
  • મોદી-ટ્રમ્પની રેલી: અમેરિકન મસ્જિદોમાં ભેગા થઇ અચાનક શું કરી રહ્યા છે પાકિસ્તાનીઓ?

મોદી-ટ્રમ્પની રેલી: અમેરિકન મસ્જિદોમાં ભેગા થઇ અચાનક શું કરી રહ્યા છે પાકિસ્તાનીઓ?

 | 10:04 am IST

અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હાઉડી મોદી’ કાર્યક્રમથી પહેલાં ભારત અને પાકિસ્તાનના પ્રવાસી નાગરિકોની વચ્ચે જંગ છેડાઇ છે. અમેરિકાના રહેતા ભારતીયોએ આ આયોજન પહેલાં પાકિસ્તાનીઓના પ્રોપેગેન્ડા ચલાવાનો આરોપ મૂકયો છે. ભારત સમર્થક એક્ટિવિસ્ટસનું કહેવું છે કે સેંકડોની સંખ્યામાં મસ્જિદો અને ઇસ્લામિક સેન્ટર્સમાં લોકો પહોંચ્યા છે અને કાર્યક્રમના વિરોધની યોજના બનાવી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમેરિકા રવાના થવાના છે.

ખાસ કરીને આવા વિરોધ માટે મસ્જિદોને કેન્દ્ર તરીકે પસંદ કરવા પર પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે. મોદીની આ રેલીના સમર્થકોએ હ્યુસ્ટન પોલીસ, એફબીઆઈ, યુએસ સિક્રેટ સર્વિસ, અને ઇમિગ્રેશન ઓથોરિટીને ટેગ કરી તેની ફરિયાદ કરી છે. આ કાર્યક્રમમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ પીએમ નરેન્દ્ર મોદીની સાથે મંચ શેર કરવાના છે.

ભારત સમર્થકોનું કહેવું છે કે મસ્જિદ એક ઇબાદતનું સ્થળ છે અને તેનો ઉપયોગ રાજકીય હેતુને પૂરો કરવા માટે કરાઇ રહ્યો છે. આ કેસ સૌથી પહેલાં ત્યારે સોશિયલ મીડિયા પર આવ્યો હતો જ્યારે એક એક્ટિવિસ્ટે 13 પિક-અપ લોકેશન્સની માહિતી આપતા કહ્યું કે આ જગ્યાએથી ‘હાઉડી મોદી’ ઇવેન્ટરની વિરૂદ્ધ પ્રદર્શન માટે લોકોને લઇ જવામાં આવ્યા છે.

આખરે મસ્જિદોમાં જ કેમ થઇ રહી છે મોદીની વિરૂદ્ધ ચર્ચા

ભારતીય મૂળના નાગરિકે લખ્યું કે મોદી અને ટ્રમ્પની વિરૂદ્ધ આંદોલન કરનારા લોકોને મસ્જિદોમાંથી પિક કરાઇ રહ્યા છે. જુઓ આ કેવી રીતે કામ કરી રહ્યા છે? મસ્જિદો માત્ર ઇબાદતગાહ જ નથી. આ સમન્વય અને નિયંત્રણનું ઠેકાણું પણ થઇ ગયું છે. તેના પર જવાબ આપતા પાકિસ્તાન સમર્થક એક શખ્સે લખ્યું, એવું જ જેવું કે ચર્ચ, વિલેજ ગોલ્સ, ટાઉન હોલ્સ, સ્કૂલ અને અન્ય જગ્યાઓ પર સ્થાનિક સમુદાય માટે કામ કરાય છે. તમે શું કહેશો? તેના પર એક અન્ય શખ્સે જવાબ આપ્યો, તેનો પ્રશ્ન છે કે આખરે મસ્જિદોમાં જ કેમ? અન્ય લોકલ કોમ્યુનિટી બિલ્ડિંગ્સ જેવી કે ચર્ચ, વિલેજ હોલ્સ, અને ટાઉન હોલ્સ અને સ્કૂલોમાં આવું કેમ નહીં?

ભારતીય બોલ્યા, મંદિરોમાંથી એકત્ર થયા તો ‘હિન્દુ ટેરર’નું લાગત લેબલ

તેના પર એક અન્ય ભારતીય એ લખ્યું કે તમે કલ્પના કરો કે જો આ જ રીતે લોકોને મંદિરોમાં એકત્ર કરાયા હોત તો અત્યાર સુધીમાં ‘હિન્દુ ટેરર’નું લેબલ લાગી જાત. એટલું જ નહીં ભારતીય મૂળના નાગરિકોએ સ્થાનિક પ્રશાસનથી એલર્ટ રહેવાની અપીલ કરતાં કહ્યું કે આની પહેલાં પાકિસ્તાની લંડન અને પ્રિટોરિયામાં પ્રદર્શનના નામ પર હિંસા ફેલાવી ચૂકયા છે.

આ વીડિયો પણ જુઓ – વડાપ્રધાન મોદી ટેક્સાસના હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ ની તૈયારીઓ શરૂ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન