mosquito borne disease Dengue cases increase in ahmedabad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ રોગચાળાના અજગરી ભરડામાં, ડેન્ગ્યુના ડંખથી અકળાયા શહેરીજનો!

અમદાવાદ રોગચાળાના અજગરી ભરડામાં, ડેન્ગ્યુના ડંખથી અકળાયા શહેરીજનો!

 | 9:46 pm IST
  • Share

ચોમાસામાં એક તરફ અમદાવાદીઓ ખરાબ રસ્તા અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત છે, તો બીજીબાજુ લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાના દાવા છતાં તંત્ર રોગચાળો અટકાવી શક્યુ નથી. શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. ખાસ કરીને ડેન્ગ્યુનો ડંખ લોકોને અકળાવી રહ્યો છે. આ મહિને જ ડેન્ગ્યુના 693 કેસ નોધાઇ ચૂક્યાં છે.

અમદાવાદ શહેરમાં ચાલુ મહિને નોંધાયેલા રોગચાળાના આંકડા પર નજર નાંખીએ તો

મચ્છરજન્ય રોગ દર્દીઓની સંખ્યા
સાદો મેલેરિયા 199
ઝેરી મેલેરિયા 16
ડેન્ગ્યુ 693
ચિકનગુનિયા 287
પાણીજન્ય રોગ
ઝાડા-ઉલટી 336
કમળો 196
ટાઈફોઈડ 291

શહેરમાં રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય ખાતા દ્વારા ફોગિંગ, દવાનો છંટકાવ ઉપરાંત વિવિધ એકમોનું ચેકિંગ વગેરે જેવી એક્ટિવિટી હાથ ધરવામાં આવી છે. તંત્રનું કહેવું છે કે, અઢી લાખ કરતાં વધુ મકાનોમાં ફોગિંગ કરવામાં આવ્યું હોવા છતાં રોગચાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે તંત્ર રોગચાળો નાથવામાં ક્યારે સફળ થાય છે? તે જોવું રહ્યું..

રોગચાળો અટકાવવા ઓરોગ્ય ખાતા દ્વારા ફોગીંગ-દવાનો છંટકાવ –વિવિધ એકમોનુ ચેકીંગ વગેરે જેવી એક્ટીવીટી હાથ ધરવામા આવી છે તંત્રનુ માનીએ તો અઢી લાખ કરતા વધુ મકાનોમા ફોગીંગ કરવામા આવ્યુ છે પરંતુ રોગચાળો અટકવાનુ નામ લેતો નથી ત્યારે હવે તંત્ર ક્યારે રોગચાળો અટકાવવામા સફળ થાય છે તે જોવુ રહ્યુ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો