એકદમ સસ્તા ઘરેલુ ઉપાયથી આ રીતે ભગાડો તમારા ઘરમાં રહેતા મચ્છરને.. - Sandesh
  • Home
  • Health & Fitness
  • એકદમ સસ્તા ઘરેલુ ઉપાયથી આ રીતે ભગાડો તમારા ઘરમાં રહેતા મચ્છરને..

એકદમ સસ્તા ઘરેલુ ઉપાયથી આ રીતે ભગાડો તમારા ઘરમાં રહેતા મચ્છરને..

 | 12:03 pm IST

ઋતુ બદલાવાની સાથે જ તેનાથી જોડાયેલા અનેક સારા અને ખરાબ બદલાવો પણ આવે છે. ચોમાસાની આ સિઝનમાં જીણી મચ્છીઓ, મચ્છરો, કીડાઓ વગેરેનો ત્રાસ વધી જાય છે. જો કે આ મચ્છરોના કરડવાથી ડેન્ગ્યુ જેવી ખતરનાક બીમારીઓ પણ થઇ શકે છે. બજારમાંથી નવી પ્રોડક્ટ લાવવાથી માંડીને બીજું ઘણું જ આપણે ઉપયોગમાં લઇએ છીએ. પરંતુ મચ્છરોને દૂર કરવા માટેના કેટલાક સરળ ઉપાયો આપણી આજુ-બાજુ છે, જેનો આપણને ખ્યાલ નથી રહેતો. આપણી આસપાસ અને ઘરમાં જ એવા પ્રાકૃતિક ઉપાયો છે જેનો ઉપયોગ કરવાથી મચ્છરોનાં ત્રાસથી આપણને આઝાદી મળી શકે છે.

મચ્છર ભગાડવાના ઉપાયો.
લીમડાનું તેલ
લીમડાનું તેલ અને નારીયેળનાં તેલને સપ્રમાણ મેળવીને તમારા શરીર પર લગાવવું. તેની ગંધથી એક પણ મચ્છર તમારી આસપાસ નહી ફરે.

તુલસી
તુલસી મચ્છરને ભગાડવા માટે ખુબ અસરકારક હોય છે. આયુર્વેદનાં આધારે જો તમે તમારી બારીની સામે તુલસીનો છોડ રાખશો, તો તે મચ્છરોને ભગાડવામાં અસરકારક બને છે. તુલસી મચ્છરોને તેની આસપાસ ફરકવાથી રોકે છે.

લસણ
લસણની સુગંધ બહુ તેજ હોય છે, જેને સુંઘીને મચ્છર દૂર ભાગી જાય છે. થોડા લસણને પીસીને તેને પાણીમાં ઉકાળી લઇ તે પાણીને સ્પ્રે બોટલમાં ભરીને આખા ઘરમાં છાંટવુ આનાથી મચ્છરોનો ત્રાસ દૂર થશે.

નીલગીરી અને લીંબુનું તેલ
નીલગીરી અને લીંબૂનાં તેલને એક સાથે મેળવીને શરીર પર લગાવવાથી મચ્છર પાસે નહી આવે. આ તેલ એન્ટીસેપ્ટિક પણ છે, અને મચ્છરોને ભગાડવામાં પણ કામ કરે છે.

કપૂર
આ એક પ્રાકૃતિક વસ્તુ છે જે ખુબ જ અસરકારક હોય છે. કપુરને બાળીને તેને રૂમમાં રાખી રૂમના બધા જ બારી બારણા બંધ કરી દેવા. 20 મિનિટ પછી તમે જોશો તો તમામ મચ્છર ભાગી ગયા હશે.

ફુદીનો
ફુદીનાની પાંદડીઓને જો તમે ઇચ્છો તો બારીની બહાર લગાવી શકો છો અથવા તો શરીર પર લગાવીને પણ મચ્છરને દૂર કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન