મચ્છર સહિતના જંતુઓ જીવતા રહેવા કેમ જરૂરી છે? - Sandesh
  • Home
  • Kids Corner
  • મચ્છર સહિતના જંતુઓ જીવતા રહેવા કેમ જરૂરી છે?

મચ્છર સહિતના જંતુઓ જીવતા રહેવા કેમ જરૂરી છે?

 | 2:52 am IST

મચ્છર સહિતના જંતુઓ ખેતી માટે ઉપયોગી છે. એવું સાંભળતાં જ મનમાં તરત વિચાર આવે, પણ મચ્છર તો જાતજાતના રોગ ફલાવે છે! અન્ય જંતુઓની વાત કરતાં પહેલાં ચાલો મચ્છર વિશે ખુલાસો કરી લઈએ. મચ્છરમાં નર મચ્છર કદી આપણને કરડતો નથી. એ વૃક્ષો ઉપર રહે છે. ખાસ કરીને ઓર્કિડના વૃક્ષો ઉપર રહે છે અને એના ફૂલોનો રસ પીએ છે. એમ કરતાં એ ઓર્કિડના ફૂલોને પરાગનયન કરી ફળાવે છે.

આપણને જે કરડે છે એ માદા મચ્છરો હોય છે. એને સંવનન પછી ઈંડાં મૂકવાના હોય છે. એ માટે એના શરીરમાં પ્રોટીનની જરૂર પડે છે. એના માટે સૌથી સારું અને હાથવગું પ્રાણીનું લોહી હોય છે. પશુઓની ચામડી જાડી હોવાથી એનું લોહી પીવામાં ખૂબ મહેનત પડે છે. એટલે માદા મચ્છરો માણસનું લોહી પીએ છે. મચ્છર આપણને કરડે અને લોહી પીએ એટલે આપણે માંદા પડી જ જઈએ એવું નથી. માદાએ અનેક માણસોનું લોહી પીવું પડે તો ચેપ લાગવાની શક્યતા ઊભી થાય છે. એક માણસના શરીરમાંથી પૂરતું લોહી પીવા ન મળે તો એ બીજા માણસનું લોહી પીવા જાય છે. માનો કે પહેલા માણસને મેલેરિયા કે ડેન્ગ્યુ થયો હોય તો એના લોહીમાં એના વાયરસ હોય! એ વાયરસ મચ્છરના પેટમાં ગયા હોય એના ભૂંગળી જેવા માંેમાં અટકી રહ્યા હોય.

માદા મચ્છર આપણું લોહી ચૂસવા ખાસ રીત અપનાવે છે. આપણી ચામડીમાં જ્યાં લોહીની નળીઓ હોય ત્યાં એ બેસે છે. જ્યાં લોહીની નળી જડે ત્યાં એ ઈન્જેક્શનની સોય જેવી પોતાની જીભ ભોંકે છે. એ લોહીની નળીમાં લોહી જામી ન જાય એ માટે તે પહેલાં ખાસ રસાયણ ધરાવતી લાળ લોહીમાં ધકેલે છે. પછી લોહી ચૂસે છે. લાળ ધકેલતી જાય છે અને ચૂસતી જાય છે. મચ્છર જ્યારે લાળ આપણી લોહીની નળીમાં ધકેલે ત્યારે એના ભૂંગળી જેવા મોંમાં અગાઉના માણસના લોહીના વાયરસ અટકી રહ્યા હોય તો એ પણ આપણા લોહીમાં આવી જાય છે. એ રીતે આપણને ચેપ લાગે છે. એટલે કે મચ્છર પોતે કોઈ વાયરસ ઉત્પન્ન કરીને આપણને ચેપ લગાવતા નથી. માણસના શરીરમાંથી જ વાયરસ એના શરીરમાં અને મોંમાં જાય છે અને બીજા માણસના શરીરમાં પહોંચે છે.

વૃક્ષ વનસ્પતિમાં જોવા મળતા નર મચ્છર તો આપણને કરડતા જ નથી. એ તો ફૂલોના રસથી જ કામ ચલાવી લે છે. માદા પણ ઈંડાં મૂકી દે એ પછી આપણું લોહી પીતી નથી. એ પણ વનસ્પતિના ફૂલોના રસથી જ કામ ચલાવે છે. જો બધા મચ્છર નાશ પામે તો ઓર્કિડના વૃક્ષોની સંખ્યાબંધ જાતો નાશ પામે. એમના ફૂલ કોઈ દિવસ ફળે જ નહીં.

[email protected]