mossad recruited 10 iranian scientist to blow up natanz nuclear plant
  • Home
  • Top News
  • મોસાદે પાર પડ્યું સિક્રેટ ઓપરેશન! બનાવ્યું દુશ્મનના પરમાણુ પ્લાન્ટને નિશાન

મોસાદે પાર પડ્યું સિક્રેટ ઓપરેશન! બનાવ્યું દુશ્મનના પરમાણુ પ્લાન્ટને નિશાન

 | 8:51 pm IST
  • Share

  • મોસાદે આપ્યો સિક્રેટ ઓપરેશનને અંજામ

  • ઈરાની વૈજ્ઞાનિકોની મદદથી બનાવી હતી યોજના

  • નતાન્ઝ પરમાણુ પ્લાન્ટને ઉડાવવાની હતી યોજના

ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદે ગુપ્ત રીતે 10 અસંતુષ્ટ ઈરાની વૈજ્ઞાનિકોની ભરતી કરી અને તેમને ખાતરી આપી કે તેઓ ઇન્ટરનેશનલ ગ્રુપ માટે કામ કરી રહ્યા છે. આ પછી તેમણે વૈજ્ઞાનિકોની મદદથી ઈરાનના જ ન્યુક્લિયર પ્લાન્ટને નષ્ટ કરવાનો પ્લાન પણ તૈયાર કર્યો. ઈરાનમાં એપ્રિલ દરમિયાન નતાન્ઝ પરમાણુ પ્લાન્ટને નષ્ટ કરવા માટે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ન્યુક્લિયર પ્લાન્ટને થયું ઘણું નુકસાન

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સમગ્ર ઓપરેશનનું આયોજન એક વર્ષથી કરવામાં આવી રહ્યું હતું. અહેવાલ અનુસાર, ઇઝરાયેલે ગુપ્ત રીતે 10 ઈરાની વૈજ્ઞાનિકોની ભરતી કરી હતી. આ સમગ્ર ઓપરેશન પરથી પડદો ત્યારે ઉઠ્યો  જ્યારે નતાન્ઝ ન્યુક્લિયર પ્લાન્ટમાં પહેલી વાર વિસ્ફોટ થયા અને આ વિસ્ફોટોથી પ્લાન્ટનો મોટો ભાગ બરબાદ થઈ ગયો.

જણાવી દઈએ કે ઈરાનના પરમાણુ પ્લાન્ટમાં જુલાઈ 2020માં વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં રેઝા કરીમી સહિત ત્રણ લોકો સામેલ હતા. હુમલાના થોડા કલાકો પહેલા જ તે દેશ છોડીને ભાગી ગયો હતો.

રિપોર્ટ અનુસાર પ્લાન્ટને બ્લાસ્ટ કરવા માટે ડ્રોનની મદદ લેવામાં આવી હતી. ટેકનિશિયનથી લઈને ઘણા પ્રકારના નિષ્ણાતો સુધી લગભગ હજારો લોકો આ કામમાં સામેલ હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોસાદે ત્રણ મોટા ઓપરેશનને અંજામ આપવા માટે લગભગ 18 મહિના સુધી પ્લાનિંગ કરી હતી.

દાણચોરી કરીને લાવ્યા હતા વિસ્ફોટકો

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્લાન્ટને ઉડાવી દેવાનો સામાન દાણચોરી દ્વારા લાવવામાં આવ્યો હતો, જેમાં વિસ્ફોટકો હતા. આ સિવાય ગુપ્તચર એજન્સીએ આ વસ્તુઓને ગુપ્ત ઠેકાણે છુપાવીને રાખી હતી. માહિતી મુજબ, જે ડ્રોનથી વિસ્ફોટક લાવવામાં આવ્યા હતા એ મોટરસાઇકલની સાઈઝનું ક્વોડકોપ્ટર હતું. ઓપરેશનને અંજામ આપવા માટે મોસાદના એજન્ટોએ વિસ્ફોટકો નટાન્ઝ સેન્ટ્રીફ્યુજ હોલમાં એક વર્ષ સુધી છુપાવીને રાખ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો