આળસુના પીર હોય છે આ 5 રાશિના લોકો - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • આળસુના પીર હોય છે આ 5 રાશિના લોકો

આળસુના પીર હોય છે આ 5 રાશિના લોકો

 | 12:22 pm IST

દરેક વ્યક્તિમાં થોડા ઘણા અંશે આળસ તો હોય જ છે. કેટલાક લોકો એવા હોય છે જેમને કામ કરવાની આળસ આવતી હોય તેમ છતાં મન મારી અને તેઓ કામ કરી પણ લે છે. પરંતુ કેટલાક તો એટલા આળસી હોય છે કે તેઓ પોતાના કામની અવગણના પણ આરામ માટે કરી દે છે. જો કે એવા લોકો પણ હોય છે જેમના જીવનમાં આળસનું નામ પણ હોતું નથી. જો કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આળસનું સૌથી વધારે પ્રમાણ 5 રાશિઓમાં હોય છે.

કર્ક
જો આળસની વાત આવે તો સૌથી પહેલી રાશિ આવે છે કર્ક. આ રાશિના જાતકો આળસની સ્પર્ધામાં પણ પહેલા ક્રમે આવે છે. આ રાશિના જાતકો દિવસભર એક જગ્યાએ બેસીને સમય બરબાદ કરી શકે છે. આ રાશિના જાતકોને ખાવા-પીવાની વસ્તુઓ માટે પણ આળસ કરી જાય તેવા હોય છે.

વૃષભ
બીજા ક્રમે આવે છે વૃષભ રાશિ. આ રાશિના જાતકો ત્યારે જ કામ કરે છે જ્યારે તેને કામ સોંપવામાં આવે અને તેમાં પણ તેમને લાગે કે તે કામ તેમના સમય પર પૂર્ણ થઈ જશે. જો વધારાનો સમય આપી અને કોઈ કામ કરવાનું હોય તો તેઓ કામ હાથમાં લેતાં નથી. આ રાશિના જાતકો મહેનત તો કરે છે પરંતુ તેમને ગમતાં કામ માટે જ તેઓ સમય ફાળવે છે.

વૃશ્ચિક
આ રાશિના જાતકો અન્ય કરતાં અલગ હોય છે પરંતુ આ રાશિના જાતકો પણ મૂડી હોય છે. તેઓને મન થાય તો જ તે કામ કરે છે. બાકી બેસી રહેતાં તેમને સંકોચ થતો નથી.

મીન
આ રાશિના જાતકોના જીવનનું અભિન્ન અંગ હોય છે આળસ. તેઓ દુ:ખી હોય તો દુનિયાની ચિંતા છોડી એકતરફ બેસી રહે તેવા બની જાય છે.

સિંહ
આ રાશિના જાતકો સક્રિય તો હોય છે પરંતુ તેમના સ્વભાવમાં આળસનું પ્રભુત્વ વધારે હોય છે. જો તેમને અનુકૂળ વાતાવરણ ન હોય તો તે પાણીનો ગ્લાસ પણ ઉપાડે નહીં અને તેમની મરજી ન હોય તો તેમની પાસે કોઈ કામ પણ કરાવી શકે નહીં.