Most people of Mumbai have illegal property in Dubai
  • Home
  • Business
  • ITને અંધારામાં રાખી 2000 લોકોએ ખરીદી દુબઇમાં સંપત્તિ, ગુજરાતીઓનો થયો ખુલાસો

ITને અંધારામાં રાખી 2000 લોકોએ ખરીદી દુબઇમાં સંપત્તિ, ગુજરાતીઓનો થયો ખુલાસો

 | 8:37 am IST

આવકવેરા વિભાગનો ગુનાહિત તપાસ સેલે એવા 2000 ભારતીય નાગરિકોની ઓળખ કરી છે જેમની પાસે દુબઇમાં સંપત્તિ છે. પરંતુ તેમણે પોતાના આઇટી રિટર્નમાં તેની ઘોષણા કરી નથી. કાળા ધન સામે ચાલી રહેલા અભિયાન અંતર્ગત એજન્સીએ આ પગલું ભર્યું છે. એજેન્સીની જાણકારી અનુસાર કેટલાક લોકોએ હાલના કેટલાક વર્ષોમાં વિદેશમાં સંપત્તિ ખરીદી છે અને શેલ કંપનીઓને ટ્રાન્સફર કર્યુ છે. આ તમામ રૂપિયા ખોટી રીતે કમાઇ સંતાડી રાખવા અને ઇન્કમ ટેક્સ બચાવવા માટેના હેતુથી કરવામાં આવ્યું છે.

કાળ ધન વિરૂદ્ધ સરકારનું અભિયાન

મોટા પ્રમાણમાં ટેક્સ ચોરી કરવા અને કાળુ નાણું વિદેશમાં સંતાડનારા લોકો વિરૂદ્ધ આયકર વિભાગે કમર કસી છે. કાળા દનને સંતાડવા માટે દુબઇ સૌથી નજીક અને લોકોની પસંદગીની જગ્યા બનેલ છે.

જે 2000 લોકો અને કંપનીઓની ઓળખ કરવામાં આવી છે. તેમા કેટલાક વેપારી, ટૉપ પ્રોફેશનલ્સ અને સરકારી અધિકારી પણ સામેલ છે. ઇન્કમ ટેક્સ વિભાગ મની એક્ટ અંતર્ગત આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરશે. આવા લોકો જેમની પાસે વિદેશમાં સંપત્તિ છે પરંતુ તેમણે તેની ઘોષણા કરી નથી અને જેઓ સંપત્તિ ખરીદવા માટે ઉપયોગમાં લેવાયેલા પૈસાનો સ્ત્રોક બતાવવામાં અસફળ થયા તો બ્લેક મની એક્ટ અંતર્ગત તેમના પર અભિયોગ ચલાવવામાં આવશે.

સૌથી વધારે લોકો મુંબઇના

જે 2000 લોકોની ઓળખ કરવામાં આવી છે તેમા સૌથી વધારે મુંબઇના લોકો છે. જેના પછી કેરળ અને ગુજરાતનો નંબર આવે છે. તમને જણાવીએ કે સેક્શન fa (વિદેશી સંપત્તિ) વર્ષ 2011-12માં શરૂ કરવામાં આવી હતી, ત્યારથી જ વિદેશમાં ખરિદાયેલ સંપત્તિને આઇટી રિટર્નમાં સામેલ કરવું અનિવાર્ય છે.

જે લોકોની આયકર વિભાગે ઓળખ કરી છે તેમના પર વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ (FEMA) અંતર્ગત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ કાર્યવાહી કરશે. તાજેતરમાં જ EDએ વિદેશમાં કાળું નાણું સંતાડનારા લોકો વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું હતું. આ અંતર્ગત ભારતીય નાગરિકો દ્વારા ગેરકાયદે ખરિદવામાં આવેલ અચલ સંપત્તિઓની ઓળખ કરવામાં આવી રહી છે. ફેમા એક્ટના સેક્સન 4 અંતર્ગત ભારતમાં રહેતા કોઇ પણ નાગરિક ભારત બહાર વિદેશી ચલણ, વિદેશી સિક્યોરિટીઝ અથવા કોઈપણ સ્થાવર મિલકત ન તો રાખી શકાય છે અને ન સ્થાનાંતરિત કરી શકાય છે.

આ વીડિયો પણ જુઓ : દિલ્હી એરપોર્ટ પર દાણચોરીનો નવો કિમીયો 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન