એકેએક ગામડિયાના ખાતામાં જમા છે રૂ. 1.5 કરોડ કરતાં વધારે - Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • એકેએક ગામડિયાના ખાતામાં જમા છે રૂ. 1.5 કરોડ કરતાં વધારે

એકેએક ગામડિયાના ખાતામાં જમા છે રૂ. 1.5 કરોડ કરતાં વધારે

 | 7:01 pm IST

 

ગામડાના વાત આવે ત્યારે ગરીબી જ ધ્યાન પર આવે પરંતુ એક ગામ એવું પણ છે કે જ્યાં દરેક રહેવાસી પાસે વૈભવી મકાન, મોંઘીદાડ કાર અને દરેકના બેન્ક ખાતામાં રૂ. 1.5 કરોડ કરતાં વધારે રકમનું બેંક બેલેન્સ છે.

ચીનના જિયાંગસુના વાક્શી ગામ વિશ્વમાં સૌથી ધનિક ગામડું છે. ચીનનું આ ગામ સુપર વિલેજ તરીકે વિશ્વભરમાં જાણીતું છે. ચીનની આર્થિક રાજધાની સાંધાઈ આ ગામ 135 કિમી દૂર છે. ગામમાં અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓ છે અને મોટા પાયે ખેતી પણ થાય છે.

એક સમયે આ ગામ દારુણ ગરીબીથી પીડાતું હતું પરંતુ ગામની આર્થિક કાયાપલટ કરવાનું યશ સામ્યાવાદી પાર્ટીના સ્થાનિક સચિવ વૂ રેનાબોને  ફાળે જાય છે. તેમણે જ ગામના વિકાસની રૂપરેખા તૈયાર કરી હતી.