રાજકોટઃ માવતર જવાની ના પાડતા માતાએ પુત્રી સાથે કર્યું અગ્નિસ્નાન - Sandesh
NIFTY 10,788.55 +88.10  |  SENSEX 35,081.82 +310.77  |  USD 63.8825 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજકોટઃ માવતર જવાની ના પાડતા માતાએ પુત્રી સાથે કર્યું અગ્નિસ્નાન

રાજકોટઃ માવતર જવાની ના પાડતા માતાએ પુત્રી સાથે કર્યું અગ્નિસ્નાન

 | 6:57 pm IST

રાજકોટના જેતલસર (ગામ)માં એક પટેલ પરિવારની પરિણીતાને માવતરે જવાની ના પાડતા પુત્રી સાથે અગ્નિસ્નાન કરી લેતા બંનેના મોત થયા હતા.આ બનાવથી ગામના પટેલ સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ હતી.

જેતલસરના જંકશન રોડ પર દરગાહ પાસે રહેતા મનસુખભાઈ રણછોડભાઈ ઠુંમરના પત્ની રમાબેન (ઉ.૩૧) અને તેના પુત્રી ઋત્વા (ઉ.૬) એમ બંને માતા પુત્રીના સળગીને ભડથું થઈ ગયેલા મૃતદેહો આજે સવારે મળી આવ્યાની ઘટના પરથી માતા પુત્રીએ અગ્નિસ્નાન કરી લીધાનું બહાર આવ્યું હતું.

બનાવની જાણ થતા જ ગામના લોકો ઘટના સ્થળે ટોળા સ્વરૃપે દોડી જઈ પોલીસને જાણ કરતા જેતપુર તાલુકા પોલીસ કાફલો તેમજ સામાજીક રાજકીય આગેવાનો જેતલસર ખાતે દોડી આવ્યા હતા.

પોલીસ માતા પુત્રીના મૃતદેહને પીએમ માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. માતા પુત્રીએ ઘરના અન્ય પરિવારજનો વાડીએ તેમજ કામધંધા પર ગયા હોય એકલતાનો મોકો જોઈ આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે.