Mother-in-law Nita Ambani made a shloka birthday special, Watch Pics
  • Home
  • Featured
  • સાસુ નીતા અંબાણીએ વહુ શ્લોકાની બર્થ ડે બનાવી યાદગાર, જુઓ Pics

સાસુ નીતા અંબાણીએ વહુ શ્લોકાની બર્થ ડે બનાવી યાદગાર, જુઓ Pics

 | 12:24 pm IST


દુનિયાના જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ હાલમાં જ તેમના આખા પરિવાર સાથે તેમની મોટી વહૂ શ્લોકા મહેતાનો જન્મદિવસ મનાવ્યો. અંબાણી પરિવારની વહૂ તરીકે શ્લોકા મહેતાના પહેલા જન્મદિવસને અંબાણી પરિવારે ખાસ રીતે સેલિબ્રેટ કર્યો છે. શ્લોકા મહેતાની બર્થ ડેને યાદગાર બનાવવા માટે અંબાણી પરિવારે એક વીડિયો દ્વારા શ્લોકાને બર્થડે વિશ કરી છે.

જણાવી દઇએ કે શ્લોકા મહેતાનો જન્મદિવસ 11 જુલાઇએ હતો. શ્લોકા પ્રખ્યાત હીરા વેપારી રસેલ મહેતાની નાની પુત્રી છે. શ્લોકા મહેતા એન્ટરપ્રેન્યોર છે. તે રોજી બ્લૂ ફાઉન્ડેશનની ડાયરેક્ટર પણ છે. શ્લોકા ConnectFor ની પણ ફાઉન્ડેશન છે. આ સંસ્થા એનજીઓનેા વોલિંટિયર્સને સાથે જોડવાનું કામ કરે છે. શ્લોકાએ ધીરુભાઇ અંબાણી સ્કૂલથી અભ્યાસ કર્યો છે. તે વર્ષ 2009માં કેંબ્રિજ બોર્ડમાં અંગ્રેજી ટૉપર રહી છે.

આકાશ અને શ્લોકાના લગ્ન 9 માર્ચે થયા હતા. આકાશ-શ્લોકાના લગ્ન જબરદસ્ત ચર્ચામાં રહી હતી. લગ્નમાં બિઝનેસ, બોલીવુડ, ક્રિકેટ જગતની પ્રખ્યાત હસ્તીઓ સામેલ થઇ હતી. લગ્ન મુંબઇના જીઓ વર્લ્ડ સેન્ટરમાં થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન