Mother took photograph from the mobile, took a picture of the horrible truth
  • Home
  • Featured
  • માતાએ મોબાઇલથી લીધી બાળકની તસવીર, સામે આવ્યું ભયાનક સત્ય

માતાએ મોબાઇલથી લીધી બાળકની તસવીર, સામે આવ્યું ભયાનક સત્ય

 | 4:59 pm IST

અમેરિકામાં એખ માતાએ તેના નવા મોબાઇલ ખરીદ્યો. જેનાથી તેના બાળકની તસવીર ક્લિક કરી તો એક ભયાનક સત્ય સામે આવ્યું છે કે તે હેરાન રહી ગઇ. આ મામલો ટેકસાસનો છે. જ્યાં રહેનારી ટીના ટ્રેડવેલે એક નવો મોબાઇલ ખરીદ્યો હચો. જેનાથી તે તેના પુત્રની તસવીર લઇ રહી હતી. ટીનાએ ઘણા ફોટા તેની બહેનને બતાવ્યા. જેમા તેની જમણી આંખ જાનવરોની જેમ ચમકી રહી હતી.

ટીનાને લાગ્યું કે ફ્લેશના કારણે આવું થઇ રહ્યું છે. પરંતુ અજાણતા ડર સતાવી રહ્યો હતો. ત્યાર બાદ તેને એક ડોક્ટરને આ અંગે જણાવ્યું. જલદી તેની આંખ ચમકવાનો ડરાવનુ કારણ સામે આવ્યું. ટીના જ્યારે બાળકને ડોક્ટર પાસે લઇ ગઇ તો તેનો વ્હેમ સાચો પડ્યો. બાળકની આંખ ફ્લેશના કારણે નહીં પરંતુ તેને કેન્સર હતું. ડોક્ટરે જણાવ્યું કે તેને આંખનું કેન્સર છે. જે નાના બાળકોને થાય છે અને ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

ડોક્ટરે કહ્યું કે સારુ થયું કે બાળકની માતાને ફોટા દ્વારા આ વસ્તુની ઓળખ થઇ. કેન્સર શરૂઆતના સ્ટેજમાં હતું અને તેને રોકી શકાય તેમ હતું. જોકે, ડોક્ટર્સે જણાવ્યું કે ટ્રીટમેન્ટમાં બળક એક આંખ ખરાબ થઇ શકે છે. ત્યાર બાદ બાળકની ટ્રીટમેન્ટ શરૂ કરી દેવામાં આવી. અમેરિકન કેન્સર સોસાયટીના રિપોર્ટ મુજબ રેટીનોબ્લાસ્ટોમા નામના આ કેન્સર સહેલાઇથી ડિટેક્ટ કરી શકાય છે. ડોક્ટર્સ કહ્યું કે ફ્લેશ વાળા મોબાઇલ કે કેમેરા લાઇટથી તેને જોઇ શકાય છે. એવામાં જો કેમેરામાં કોઇ બળકની આંખ અજીબ પ્રકારની દેખાય તો તેને નજરઅંદાજ કરી શકાય નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન