mother two shock discovering chilling message
  • Home
  • World
  • બાળકીએ હોમવર્કમાં લખેલી વાતથી માતા ગભરાઈ, સોશિયલ મીડિયામાં શેર કર્યો કિસ્સો

બાળકીએ હોમવર્કમાં લખેલી વાતથી માતા ગભરાઈ, સોશિયલ મીડિયામાં શેર કર્યો કિસ્સો

 | 2:53 pm IST

તમે તમારા બાળકના હોમવર્ક કોપી ચેક કરતા હોવ અને તેમાં લખ્યું હોય, ‘ઝેર આપીને આખા પરિવારને ખતમ કરી દઈશ’. જી હાં. આવો એક કેસ સામે આવ્યો છે. બ્રિટેનના કૉર્નવૉલના ગિનીસલેકમાં આવો એક કેસ સામે આવ્યો છે. માં સ્ટેફની ફરનિયોક્સે આ મામલો શેયર કર્યો છે.

ટેફની ફરનિયોક્સે પોતાની બાળકી દ્વારા લખેલી હોમવર્ક કૉપીનો ફોટો શેયર કરતા લખ્યું કે, શું તેને ડરાવવી જોઈએ? હોમવર્ક કોપીમાં લખેલું હતું કે, માર્ચમાં મને ઝેર મળ્યું, જેનાથી હું તેણે ખતમ કરી નાંખીશ. આ લાઈન તેની 7 વર્ષની બાળકીએ પોતાના કર્સિવ હેંડરાઈટિંગની કૉપીમાં લખેલી હતી. તેણે તે જગ્યાએ આપેલા અમુક શબ્દોથી એક વાક્યનું નિર્માણ કરવાનું હતું. આપેલા શબ્દોમાં poison (ઝેર) પણ હતું.

મીડિયા રિપોટ્સ પ્રમાણે, સ્ટેફની ફરનિયોક્સે આ કેસમાં કહ્યું છે કે, પહેલા તો હું ડરી ગઈ હતી, પરંતુ બાદમાં પોતાની બાળકીની ક્રિએટિવિટીથી ઈમ્પ્રેસ થઈ હતી. સ્ટેફની ફરનિયોક્સની વધુ એક પુત્રી 4 વર્ષની છે. સ્ટેફની ફરનિયોક્સે આ કિસ્સો પોતાના પતિની સાથે શેયર કર્યો હતો. પરંતુ પતિએ આ મામલાને ગંભીરતાથી ન લેવા કહ્યું, કારણ કે ઝેર શબ્દ પહેલા આપવામાં આવેલા શબ્દોમાં હતો.

ત્યારબાદ સ્ટેફની ફરનિયોક્સે આ મામલાને સોશિયલ મીડિયા પર શેયર કર્યો હતો. સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, તમારા લોકો પાસે માત્ર વિચિત્ર બાળકો નથી. સ્ટેફની ફરનિયોક્સે કહ્યું કે, એ વિચારવું ઘણું ફની છે કે તમારા નાના બાળકો શું શું વિચારી શકે છે. સ્ટેફની ફરનિયોક્સ અનુસાર, તેની પુત્રી ઘણી મસ્તીખોર અને હંમેશાં અભ્યાસમાં અગ્રેસર છે. તેના હાથમાં હંમેશાં એક પુસ્તક રહે છે.

મા સ્ટેફની ફરનિયોક્સે જણાવ્યું કે, આ વાતને તેણે પોતાની પુત્રી સાથે શેયર કરી નથી. તે પોતાની પુત્રીને આ કિસ્સાને લઈને ડરાવવા માંગતી નથી.