રાજકોટમાં માતાના પ્રેમીએ જ પુત્રી સાથે આચર્યું હતું દુષ્કર્મ, યુવતીએ કોર્ટમાં વર્ણવી આપવીતી - Sandesh
NIFTY 10,258.40 -101.75  |  SENSEX 33,370.06 +-315.48  |  USD 64.8525 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજકોટમાં માતાના પ્રેમીએ જ પુત્રી સાથે આચર્યું હતું દુષ્કર્મ, યુવતીએ કોર્ટમાં વર્ણવી આપવીતી

રાજકોટમાં માતાના પ્રેમીએ જ પુત્રી સાથે આચર્યું હતું દુષ્કર્મ, યુવતીએ કોર્ટમાં વર્ણવી આપવીતી

 | 11:59 am IST

રાજકોટ શહેરના નાનામવા રોડ પરના દેવનગર-૩માં રહેતાં સુરેશ જીવણભાઈ પરમાર ઉ.વ.૩૮ નામના શખસે પોતાની પ્રેમિકાની પુત્રી પર ચાર વર્ષ પહેલા નશાખોર હાલતમાં બળાત્કાર ગુજાર્યો હોવાની ભોગ બનનાર યુવતીએ અદાલતમાં રજૂઆત કરતાં કોર્ટના આદેશ આધારે મહિલા પોલીસે યુવતીની ફરિયાદ નોંધીને આરોપી સુરેશ તથા યુવતીની માતા બંનેને ધરપકડ કરી જેલહવાલે કર્યા છે.

ફરિયાદની વિગતો મુજબ યુવતીની માતાને ૨૦૦૮માં ઘર ,પાસે ભંગારનો ડેલો ધરાવતાં શખસ સાથે પ્રેમસબંધ બંધાયો હતો જેથી ઘરે આવ જા કરતો હતો. બંનેએ મળીને પિતાને ઘરેથી કાઢી મુક્યા હતા. ૨૦૧૪માં માતા બહારગામ ગઈ હતી ઘરે કોઈ ન હતું ત્યારે સુરેશ નશાખોર હાલતમાં આવ્યો હતો અને બળાત્કાર ગુજારી ધમકી આપી હતી. ધમકી આપી સમયાંતરે દેહ પીંખતો હતો.

યુવતીએ સોમવારે કેસમાં કોર્ટ મુદત્તે પિતા સાથે ગઈ હતી ત્યાં પોતાની આપવીતી વર્ણવતાં અદાલતે ફરિયાદનો હુકમ કર્યો હતો. બંનેની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે છે.