મધર્સ ડે: બાળકો સાથે સ્પેશ્યલ દેખાવવા ટ્રાય કરો આ ડ્રેસ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • મધર્સ ડે: બાળકો સાથે સ્પેશ્યલ દેખાવવા ટ્રાય કરો આ ડ્રેસ

મધર્સ ડે: બાળકો સાથે સ્પેશ્યલ દેખાવવા ટ્રાય કરો આ ડ્રેસ

 | 6:36 pm IST

માતા અને બાળકનો સંબંધ ખાસ હોય છે.માતા બોલ્યા વગર બાળકની દરેક સમસ્યા સમજી જાય છે. જેથી માને ભગવાનનું બીજું રૂપ કહેવામાં આવે છે. માતાને સ્પેશ્યિલ ફીલ કરાવવા માટે 13 મેંએ મધર્સ ડે મનાવવામાં આવે છે. આ દિવસને સેલિબ્રેટ કરવા માટે યુવક – યુવતી દરેક લોકો તેમની માતા માટે કંઇક નવું કરે છે. તે સિવાય આ દિવસે જો તમે પાર્ટી પર જવાના છો તો તમે તમારા બાળકને તમારા જેવા જ કપડા પહેરાવી શકો છો. મધર્સ ડે પર એક જેવા કપડાં પહેરવા પર તે તમારી કોપી લાગશે.

આજકાલ ફ્લોરલ સ્કર્ટનો ટ્રેન્ડ વધારે ચાલી રહ્યો છે. મધર્સ ડેના દિવસે તમે તમારી છોકરી અને પોતાને એટ્રેક્ટિવ બતાવવા માટે આ રીતના ડ્રેસ પહેરાવી શકો છો. જો તમે કોઇ પાર્ટીમાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમે બન્ને બ્લેક ડ્રેસ પહેરીને સુંદર દેખાઇ શકો છો. તેમજ મધર્સ ડે પર ટ્રેડિશનલ લુકમાં દેખાવવા માટે ડ્રેસ કે લહંગા તેમજ સાડી પણ પહેરી શકો છો. એક જેવા કપડામાં તમે અને તમારા બાળક એક જેવા જ લાગી શકો છો.