મધર્સ ડે પર વાસ્તુ પ્રમાણે આપો મમ્મીને આ ગિફ્ટ, જીવનમાં રહેશે શુભ અસર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • મધર્સ ડે પર વાસ્તુ પ્રમાણે આપો મમ્મીને આ ગિફ્ટ, જીવનમાં રહેશે શુભ અસર

મધર્સ ડે પર વાસ્તુ પ્રમાણે આપો મમ્મીને આ ગિફ્ટ, જીવનમાં રહેશે શુભ અસર

 | 1:22 pm IST
  • Share

માતા ભગવાનનું બીજી સ્વરૂપ હોય છે. માતાની દરેક વાતમાં પોતાના બાળક માટે સમર્પણ અને પ્રેમ હોય છે. આજે મધર્સ ડે પર એક એવી ગિફ્ટ આપો મમ્મીને જેની શુભ અસર સમગ્ર જીવનમાં રહેશે. જો તમે અત્યાર સુધી ગિફ્ટ વિશે કઇ વિચાર કર્યો નથી તો અમે જણાવીએ છીએ કે કઇ ગિફ્ટ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મમ્મીને આપવી જોઇએ.

જોકે મમ્મીને ખુશ કરવા માટે કોઇ ગિફ્ટની જરૂર રહેતી નથી, તે તો પોતાના બાળકની એક સ્માઇલ જોઇ જ ખુશ થઇ જાય છે. ઉલ્લેખનિય છે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે માતાને આ પ્રકારની ગિફ્ટ આપવી ખુબ જ શુભ ગણવામાં આવે છે. તો કેમ ના આપણે મમ્મીને આજે આ પ્રકારની કોઇ શુભ ગિફ્ટ આપીએ.

ફૂલ

ફુલોને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. ફુલને સામાન્ય રીતે ખુશીઓથી સંબંધિત ગણવામાં આવે છે. જોકે ફુલ હંમેશા સુગંધ ફેલાવે છે, અને મા પણ તેની મમતાની સુગંધથી ઘરને ખુશનુમા રાખે છે. માટે આ મધર્સ ડે પર મમ્મીને ફુલ અથવા ગુલદસ્તો ભેટમાં આપો.

વસ્ત્રો

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ભેટમાં વસ્ત્રો આપવા અને મળવા બન્ને શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ગિફ્ટ આપનાર અને લેનાર બન્નેનું સોભાગ્ય વધે છે. માતાને તેમની પસંદના વસ્ત્રો
ઉપહારમાં આપી શકાય છે. માતાને વસ્ત્રો ગિફ્ટ કરો તે તેમના માટે મંગળકારી સાબિત થશે.

ફોટો ફ્રેમ

વાસ્તુ પ્રમાણે ફોટોનું પણ એક આગવું મહત્વ છે. તમે તમારા બાળપણથી અત્યાર સુધીની ફોટોને ભેગી કરી તેનો કોલાર્ઝ બનાવી એક ફોટો ફ્રેમમાં લગાવી ગિફ્ટ કરી શકો છો. મમ્મીને જુના ફોટો જોઇ એક અનેરો આનંદ મળશે. તેમજ તમારી અને માતાની ફોટોને પણ ફ્રેમ કરાવીને આપી શકો છો.

ચાંદીની કોઇ વસ્તુ

ઉપહારમાં ચાંદીની અંગુઠી અથવા ચેન આપવું પણ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં ચાંદીની ગિફ્ટને શુભકારી ગણવામાં આવે છે. કેમને એવી માન્યતા છે કે ચાંદીની કોઇ વસ્તુ ગિફ્ટમાં મળે તો તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો