મમ્મી કરીનાએ શેર કરી તૈમૂર અને સૈફની સિક્રેટ માહિતી - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • મમ્મી કરીનાએ શેર કરી તૈમૂર અને સૈફની સિક્રેટ માહિતી

મમ્મી કરીનાએ શેર કરી તૈમૂર અને સૈફની સિક્રેટ માહિતી

 | 5:10 pm IST

કરીના કપૂર ખાન હાલમા જ દિલ્હીમાં એક ઈવેન્ટમાં પહોંચી હતી. હકીકતમાં આ ઈવેન્ટ UNICEF દ્વારા આયોજિત હતી. કરીના UNICEF સાથે અનેક વર્ષોથી જોડાયેલી છે. જે અંતર્ગત સોશિયલ ઈશ્યુઝ પર અવેરનેસ ફેલાવવામાં કામ કરવામાં આવે છે. મધર્સ ડે પર આયોજિત એક ઈવેન્ટમાં હાજરી આપવા કરીના પહોંચી હતી.

કરીનાએ આ પ્રસંગે પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમૂરને લઈને અનેક વાતો કહી હતી. કરીનાએ પતિ સૈફને લઈને કહ્યું કે, તે બહુ જ ખુશનસીબ છે કે તેમનો પાર્ટનર બહુ જ સર્પોટિવ છે. કરીના આ માટે સૈફને અભિનંદન આપવા માંગે છે.

કરીનાએ કહ્યું કે, આપણે એ ભારને ઉઠાવવાનો છે. એ સાચું છે કે માતા જે કરી શકે છે, તે પિતા નથી કરી શક્તા. તો પિતા એક બાળક માટે એ બધુ જ કરે છે, જે માતા નથી કરી શક્તી. તૈમૂરને તેની મમ્મી સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવો બહુ જ ગમે છે. હું તેને લાડ પ્રેમમાં બગાડી દઉં છું. પરંતુ તેના પિતા તેને ક્રિકેટ રમતા શીખવાડે છે. તો આવામાં અમે બંને તેને બેલેન્સ કરીએ છીએ. જ્યારે હું તૈમૂરની પાસે નથી હોતી, ત્યારે સૈફ તેની પાસે હોય છે. તે દરમિયાન તે ઘરમાં રહેવાનો પ્રયાસ કરે છે.

કરીનાએ કહ્યું કે, મારી પ્રેગનેન્સીના 9 મહિના મને અહેસાસ થયો કે, એક મા અને નવજાતની વચ્ચેની ફીલિંગ્સ કેવી પ્રેમળ હોય છે. તૈમૂરના જન્મ દરમિયાન ડોક્ટર્સની ટીમ અને નર્સ બધાનો સાથ મેળવીને હું બ્લેસ્ડ હતી. તો પતિનો પણ સપોર્ટ મળ્યો. મને મદદકારોનો એક આખો સેટ મળ્યો. તો તેના ગ્રાન્ડ પેરેન્ટ્સ પણ તેને સાથ આપવા હંમેશા તૈયાર હોય છે.