MothersDay: Photographer Fulfilled A Mother’s Last Wish
  • Home
  • Featured
  • દુનિયાભરમાં Photos વાયરલ, ડિલીવરી દરમ્યાન માતાનું મોત, 5 મહિના બાદ તસવીરમાં દેખાયો પડછાયો

દુનિયાભરમાં Photos વાયરલ, ડિલીવરી દરમ્યાન માતાનું મોત, 5 મહિના બાદ તસવીરમાં દેખાયો પડછાયો

 | 8:21 am IST

અત્યાર સુધી તમે આવી તસવીરો કયારેય નહીં જોઇ હોય પરંતુ આ માત્રને માત્ર ટેકનોલોજીના લીધે જ શકય બન્યું છે. આ વાતને મલેશિયાની એક ફોટોગ્રાફરે સાબિત કરી દીધું. ઝારા હલીના નામની એક મહિલા ફોટોગ્રાફરે પોતાના ગ્રાહકને આપેલા વચનને તેમના મૃત્યુ બાદ પણ નિભાવ્યું છે. આજે મધર્સ ડે પર આનાથી સારી કોઇ તસવીર હોઇ જ ના શકે…

જી હા વાત એમ છે કે મલેશિયાની એડલિન નેલ્ડા નામની એક મહિલા પ્રેગનન્ટ હતી. તેનું ચોથું બાળક આવવાનું હતું. એડલિનની ઇચ્છા હતી કે તે બાળકને જન્મ આપ્યા બાદ એક ફેમિલી ફોટોશુટ કરાવું છે. તેના માટે તેણે ફોટોગ્રાફર ઝારા હલીનાનો કોન્ટેકટ કર્યો અને ડિલિવરી બાદની ડેટ ફિક્સ કરી દીધી.

ફોટોગ્રાફર ઝારા, એડલિના અને તેનો પરિવાર આ શુટ માટે ખૂબ જ એક્સાઇટેડ હતું. પરંતુ દુર્ભાગ્યવશ એડલિનાનું મોત થઇ ગયું, પરંતુ બાળક બિલકુલ સ્વસ્થ હતું.

એડલિનના મોત બાદ આખો પરિવાર જ નહીં પરંતુ ઝારાને પણ ખૂબ દુ:ખ થયું કે એડલિનનો બાળકને જન્મ આપ્યા બાદ ફેમિલી ફોટોશુટ કરવાનું સપનું અધૂરું રહી ગયું.

પરંતુ ઝારા એ બેસીને દુ:ખ વ્યક્ત કરવાની જગ્યાએ એડલિનના સપનાને પૂરું કરવાનું વિચાર્યું, એડલિનના મોતના પાંચ મહિના બાદ તેને આ ફેમિલી ફોટોશુટ કરાવ્યું અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને એડલિનને પણ તેની તસવીરનો હિસ્સો બનાવી દીધા.

સોશિયલ મીડિયા પર આ ફોટોશુટ ખૂબ જ વાયરલ થયો છે અને તમામે ફોટોગ્રાફર ઝારાના ખૂબ વખાણ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન