Lenovo અને Moto ના આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે કેશબેક - Sandesh
  • Home
  • Technology
  • Lenovo અને Moto ના આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે કેશબેક

Lenovo અને Moto ના આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે કેશબેક

 | 7:44 pm IST

Intel, Celkon, Samsung, Nokia અને Intexની સાથેની ભાગીદારી પછી હવે Airtel એ કેશબેકની ઓફર માટે Lenovo ની સાથે ભાગીદારી કરી છે. એરટેલ ‘મેરા પહેલા સ્માર્ટફોન’ કેમ્પેઈન હેઠળ ભારતમાં Lenovo K8 Note, Moto E4 અને Moto C પર 2,000 રૂપિયાનું કેશબેક આપી રહી છે.

इઆ ભાગીદારી પછી Lenovo K8 Note ની કિંમત 10,999 રૂપિયા, Moto E4 6,499 રૂપિયા અને Moto C ની કિંમત 3,999 રૂપિયા થઈ ગઈ છે. આ સ્માર્ટફોનની સાથે એરટેલનું 169 રૂપિયા વાળું પ્રીપેડ પેક પણ મળશે.

એરટેલ અને લિનોવોની ભાગીદારી પછી આ સ્માર્ટફોન પર એરટેલનું સિમ ઉપયોગ કરવા પર ગ્રાહકોને 2,000 રૂપિયાનું કેશબેક આપવામાં આવશે. જ્યાં સુધી કેશબેકની વાત કરીએ તો 500 રૂપિયાનું પહેલું ઈન્સ્ટોલમેન્ટ 18 મહિના પછી અને બીજુ 1,500 રૂપિયાનું ઈન્સ્ટોલમેન્ટ 36 મહિના પુરા થયા પછી ગ્રાહકોને આપવાનું રહેશે.

જુની ઓફર હેઠળ આ વખતે ગ્રાહકોને પહેલાં 10 મહિનામાં ઓછામાં ઓછુ 3,500 રૂપિયાનું રિચાર્જ કરવાનું રહેશે. તેવી જ રીતે બીજા 18 મહિનામાં 3,500 રૂપિયાનું રિચાર્જ કરવાનું રહેશે. એરટેલ આ સ્માર્ટફોનની સાથે 169 રૂપિયાનું પ્રીપેડ પેક આપી રહ્યું છે. આ પેકમાં ગ્રાહકોને 28 દિવસ માટે અનલિમિટેડ વોયસ કોલ, દરરોજ 1GB ડેટા અને 100SMS આપવામાં આવશે.