NIFTY 10,214.75 +96.70  |  SENSEX 33,106.82 +346.38  |  USD 65.3200 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Moto E4 Plusએ બનાવ્યો રેકોર્ડ, 24 કલાકમાં 1 લાખ મોબાઈલનું વેચાણ

Moto E4 Plusએ બનાવ્યો રેકોર્ડ, 24 કલાકમાં 1 લાખ મોબાઈલનું વેચાણ

 | 5:39 pm IST

લેનોવોની સ્વામીત્વવાળી કંપની મોટોરોલાએ માત્ર 24 કલાકમાં એક લાખ મોટો E4નું વેચાણ કર્યું છે. આ સ્માર્ટફોનને 12 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યો હતો. Moto E4 અને E4 Plus એક્સક્લૂસિવ રૂપમાં ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે.

ફ્લિપકાર્ટે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, આ સ્માર્ટફોનને વેચાણ માટે ઉપલબ્ધ કર્યાના એક જ કલાકમાં 1.5 લાખ ગ્રાહકો આ પ્રોડક્ટના પેજ પર આવ્યા હતા. દેશભરમાં થયેલા વેચાણમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં સૌથી વધારે વેચાણ થયું હતું. બંને રાજ્યોમાં કુલ 12 ટકા ખરીદી કરવામાં આવી હતી.

ફ્લિપકાર્ટે લોન્ચિંગ પહેલા 60 મીનિટમાં જ 580 ફોન પ્રતિ મીનિટે વેચાણ કર્યું. મોટોરોલાએ 12 જુલાઈએ Moto E અને Moto E4 Plusને ભારતીય બજારમાં લોન્ચ કર્યા હતા.

E4 Plusમાં MT6737 ક્વોડકોર 1.3Ghz પ્રોસેસર છે, જેની સાથે 3GB રેમ અને 32GB રોમ આપવામાં આવી છે.

આમાં 5.5 ઈંચની HD ડિસ્પલે, સિંગલ LED ફ્લેશ સાથે 13 એમપીનો રિયર કેમેરો અને પાર્ટી ફ્લેશ સાથે 5 એમપીનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ હોમ બટન સાથે જ ઈનબિલ્ટ કરવામાં આવ્યું છે.