Motorola unveils E5 and E5 Plus to woo the budget smartphone user
  • Home
  • Featured
  • શાનદાર ફીચર્સ સાથે Moto e5 અને Moto e5 plus થયા લોન્ચ, જાણો કિંમત

શાનદાર ફીચર્સ સાથે Moto e5 અને Moto e5 plus થયા લોન્ચ, જાણો કિંમત

 | 5:12 pm IST

Motorolaએ મંગળવારે ભારતમાં પોતાના બે લેટેસ્ટ સ્માર્ટફોન Moto e5 અને Moto e5 Plus લોંચ કરી દીધા છે. દિલ્હીમાં આયોજીત એક ઈવેન્ટમાં આ ફોન લોંચ કરવામાં આવ્યા અને તેના વેચાણ માટે ઓનલાઈન માર્કેટપ્લેસ એમેઝોન સાથે હાથ મેળવ્યા છે. જબરજસ્ત બેટરી લાઈફ ધરાવતા આ ફોન એમેઝોન ઈન્ડિયા પરથી ખરીદી શકાશે.

તેમજ જો ગ્રાહક SBI ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરે છે તો ફોન પર 800 રૂપિયાની છૂટ મળે છે. આ ઉપરાંત ફોનને નો કોસ્ટ ઈએમઆઈ પર ખરીદવાની પણ ઓફર છે. આ માટે ગ્રાહક પાસે બજાજ ફિનસર્વનું કાર્ડ હોવું જરૂરી છે.

Moto e5 Plus
– Moto e5 Plusને ફાઈન ગોલ્ડ અને ઇંડિગો બ્લેક એમ બે વેરિયન્ટમાં લોંચ કરવામાં આવ્યો છે.
– Moto e5 Plusમાં 6 ઈંચની HD+ 1440×720 પિક્સલવાળી LCD સ્ક્રીન આપવામાં આવી છે. તેનો આસ્પેક્ટ રેશિયો 18:9 છે.
– Moto e5 Plusમાં 5000 mAhની જબરજસ્ત મોટી બેટરી દેવામાં આવી છે. જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
– Moto e5 Plusમાં પ્રોસેસર મામલે 1.4 ગીગા હર્ટ્ઝ સ્નેપડ્રેગન ઓક્ટાકોર 430 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

– Moto e5 Plusમાં 3 GB રેમ અને 32 GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. તેમ જ એક્સર્ટર્ન મેમરીને માઈક્રો SD કાર્ડ દ્વારા 128 GB સુધી પહોંચાડી શકાય છે.
– Moto e5 Plus એન્ડ્રોઇડના 8.0 ઓરિયો વર્ઝન પર કામ કરે છે.
– Moto e5 Plusમાં કેમેરાની વાત કરવામાં આવે તો ફોનમાં લેઝર ઓટો ફોક્સ અને LED ફ્લેશવાળો 12MP રિયર કેમેરા આપ્યો છે. તેમજ સેલ્ફી માટે ફ્લેશ સાથે 5MP કેમેરા આપ્યો છે.
– Moto e5 Plusમાં બંને સિમ 4G નેટવર્ક પર યુઝ કરી શકાય છે.
– Moto e5 Plusનું વજન 195 ગ્રામ છે.
– Moto e5 Plusમાં કનેક્ટિવિટીની વાત કરીએ તો ફોનમાં બ્લૂટૂથ, વાઈફાઈ હોટસ્પોટ, GPS જેવા બેઝિક ફીચર્સ સામેલ છે.

Moto e5
– Moto e5 ફોનમાં 5.7 ઈંચની HD+ 1440×720 રિઝોલ્યુશન ધરવાતી ડિસ્પ્લે સ્ક્રીન છે. જેનો આસ્પેક્ટ રેશિયો 18:9 છે.
– Moto e5માં 1.4 ગીગા હર્ટ્ઝ ક્વાડકોર સ્નેપડ્રેગન 425 પ્રેસેસર આપ્યું છે.
– Moto e5માં 2 GB રેમ અને 16 GB ઇન્ટરનલ સ્ટોરેજ આપ્યું છે. તેને માઈક્રો SD કાર્ડ દ્વારા 128GB સુધી વધારી શકાય છે.
– Moto e5માં 4000 mAhની મેગા બેટરી આપવામાં આવી છે.
– Moto e5 એન્ડ્રોઈડ ઓરિયો 8.0 પર કામ કરે છે.

– Moto e5માં કેમેરાની વાત કરવામાં આવે તો ફોનમાં 13MP રિયર અને 5MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.
– Moto e5 ફોન ફ્લેશ ગ્રે અને ફાઈન ગોલ્ડ કલર વેરિયન્ટમાં લોંચ કરવામાં આવ્યો છે.
– Moto e5સો કનેક્ટિવિટીની વાત કરીએ તો Wi-Fi, બ્લૂટૂથ સહિતના બેઝિક ફિચર્સ આપવામાં આવ્યા છે.
– આ ફોનનું વજન 174 ગ્રામ છે. આ બંને ફોનને Moto હબથી ઓફલાઈન પણ ખરીદી શકાશે.

Moto e5ની કિંમત જ્યાં રૂ.9,999 રાખવામાં આવી છે ત્યાં અને Moto e5 Plusની કિંમત રૂ. 11,999 રાખવામાં આવી છે. આ સાથે જ ફોનના પહેલા સેલ પર ઘણી ઓફર્સ પણ જાહેર કરી છે. જેમ કે મોટોરોલાનો આ ફોન ઈ સીરિઝ એટલે કે ઈન્ટરનેટ વપરાશ માટે ખાસ હોવાથી રિલાયન્સ જિયો દ્વારા મોટોરોલા એડિશનલ ડેટા ઓફર અંતર્ગત 1.2 TB સુધીનો હાઈસ્પીડ ડેટા ઓફર કર્યો છે. આ માટે ગ્રાહકોએ પોતાના જિયો નંબર પરથી 198/299નું રિચાર્જ કરાવવું પડશે.