Motoએ આ સ્માર્ટફોનમાં મુક્યો 4 હજાર રૂપિયાનો મોટો કાપ, જાણો શા માટે - Sandesh
NIFTY 10,614.35 +29.65  |  SENSEX 34,616.64 +165.87  |  USD 66.3750 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Motoએ આ સ્માર્ટફોનમાં મુક્યો 4 હજાર રૂપિયાનો મોટો કાપ, જાણો શા માટે

Motoએ આ સ્માર્ટફોનમાં મુક્યો 4 હજાર રૂપિયાનો મોટો કાપ, જાણો શા માટે

 | 12:03 pm IST

મોટોરોલા પોતાના નવા Moto G6ની લોન્ચિંગને લઈને તૈયાર છે. આ વચ્ચે કંપનીએ ઘોષણા કરી છે કે મીડ રેંજ સ્માર્ટફોન Moto G5Sની કિંમત હમેશા માટે ઘટાડી દીધી છે. આ સ્માર્ટફોનમાં 4,000 રૂપિયાનો કાપ મુકવામાં અવ્યો છે.

હવે આ સ્માર્ટફોન 9,999 રૂપિયામાં ગ્રાહકોને ઉપલબ્ધ થશે. આ સ્માર્ટફોનને નવી કિંમતમાં બધા મોટો હબ, amazon અને ઓફલાઈન રિટેલ પાર્ટનર્સ પાસેથી ખરીદી શકશે. ગ્રાહકો માટે આ સ્માર્ટફોન ફાઈન ગોલ્ડ, લુનાર ગ્રે અને ઓક્સફોર્ડ બ્લુ કલરના ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

આ સ્માર્ટફોનને ગત વર્ષે ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ ફોનની કિંમત 13,999 રૂપિયા રાખવામાં આવી હતી. અને ઓક્સફોર્ડ બ્લુ વરીએન્ટને ગત વર્ષે ઓક્ટોમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને કિંમત 14,999 રૂપિયા રાખવામાં આવી હતી. આશા છે કે આવતા અઠવાડિયા સુધી Moto G6 Play, Moto G6 અને Moto G6 Plusને લોન્ચ કરવામાં આવશે.

Moto G5Sના Specification નીચે પ્રમાણે છે…
– આ સ્માર્ટફોનમાં 5.2 ઇંચનું ફૂલ HD ડિસ્પ્લે આપવામાં આવી છે.
– આ સ્માર્ટફોનમાં ફ્રન્ટ પેનલ પર જ હોમ બટન પર ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.
– આ સ્માર્ટફોન ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર પર રન કરે છે.
– આ સ્માર્ટફોનમાં 4GB RAM સાથે 32GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે અને આ સ્ટોરેજને કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાય છે.
– આ સ્માર્ટફોનનું OS એન્ડ્રોઇડ 7.1 નૌગેટ પર રન કરે છે.
– આ સ્માર્ટફોનમાં કેમેરાની વાત કરીએ તો રિયરમાં LED ફ્લેશ સપોર્ટ સાથે 16MP કેમેરો આપવામાં આવ્યો છે અને ફ્રન્ટમાં પણ LED ફ્લેશ સાથે 5MP વાઈડએન્ગલ કેમેરો આપવામાં આવ્યો છે.
– આ સ્માર્ટફોનમાં 3,000mAhની બેટરી આપવામાં આવી છે.