સ્માર્ટફોન કંપની Moto આપી રહી છે રૂ.6 હજારનું ડિસ્કાઉન્ટ - Sandesh
NIFTY 10,382.70 -14.75  |  SENSEX 33,819.50 +-25.36  |  USD 65.0400 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • સ્માર્ટફોન કંપની Moto આપી રહી છે રૂ.6 હજારનું ડિસ્કાઉન્ટ

સ્માર્ટફોન કંપની Moto આપી રહી છે રૂ.6 હજારનું ડિસ્કાઉન્ટ

 | 2:53 pm IST

Amazon પર મોટોરોલાનાં સ્માર્ટફોનની કિંમતમાં થોડાક સમય માટે ઘટાડો કરવામાં આવ્યો છે. ગ્રાહકો Moto G5, Moto G5 Plus અને તેનાં સ્પેશિયલ એડિશન સહિત Moto G5S અને Moto G5S Plus ની કિંમતમાં ઘટાડોનો લાભ મોટો સ્ટોર પરથી અને એમેઝોન ઈન્ડિયા વેબસાઈટ પરથી મંગળવાર 13 ફેબ્રુઆરીથી લઈને ગુરુવારે 15 ફેબ્રુઆરી સુધી લાભ લઈ શકશે.

Moto G5 ની કિંમત 8,499 રૂપિયા કરવામાં આવી છે. પહેલાં તેની કિંમત 11,999 રૂપિયા હતી. તેવી જ રીતે Moto G5 Plus માં 6 હજાર રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે 10,999 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવશે. તેની જુની કિંમત 16,999 રૂપિયા હતી. ગ્રાહક Moto G5S ને હવે 13,999 રૂપિયાની જગ્યાએ 11,999 રૂપિયામાં ખરીદી શકે છે. સાથે 2,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ ગ્રાહકને મળશે.

તેવી જ રીતે ગ્રાહકો Moto G5S Plus 16,999 રૂપિયાની જગ્યાએ 13,999 રૂપિયામાં ખરીદી શકશે. સાથે એક્સચેન્જ પર 2,000 રૂપિયા કરતા પણ વધારેનું ડિસ્કાઉન્ટનો લાભ ગ્રાહકોને મળશે. તમને જણાવી દઈએ Moto G5S ઓરિજનલ Moto G5ની અપગ્રેડેડ વેરિયેન્ટ છે.

ડઅયુઅલ સિમ વાળા આ સ્માર્ટફોનમાં ક્વોલ્કોમ સ્નેપડ્રેગન 625 ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવી છે. તેમાં એન્ડ્રોઈડ 7.1 નૂગટ આપવામાં આવ્યું છે અને તેમાં 13 મેગાપિક્સલનો બે રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે તેમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. ઈન્ટરનલ મેમરીને માઈક્રો એસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. તેની બેટરી 3,000mAh ની છે.

5.2 ઈંચ ફુલ એચડી ડિસ્પ્લે વાળા આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ 7.1.1 નૂગટ આપાવામાં આવ્યું છે. તેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 430 ઓક્ટાકોર પ્રોસેસરની સાથે 4GB રેમ આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે તેમાં ફેસ ડિટેક્શન ઓટોફોકસની સાથે 16 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે તેમાં 5 મેગાપિક્સલનો વાઈડ એંગલ લેંસ આપવામાં આવ્યો છે. તેની બેટરી 3,000mAh છે અને તે ટર્બો પાવર સપોર્ટ કરે છે.