ફ્લિપકાર્ટ પર Motorola નાં આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ - Sandesh
  • Home
  • Technology
  • ફ્લિપકાર્ટ પર Motorola નાં આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટ પર Motorola નાં આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ

 | 8:51 pm IST

લેનોવોની માલિકી ધરાવતી કંપની Motorola એ હાલમાં ભારતમાં પોતાનો નવો Moto Z2 Force ને લોન્ચ કરી દીધો છે. તો બીજી તરફ ફ્લિપકાર્ટ પર તેનું વેચાણ શરૂ થઈ ગયું છે.આ ફોનને ICICના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ખરીદવાથી 2,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

કંપનીએ પોતાના ભારતીય યૂઝર્સને Moto Z2 Forceની સાથે Moto Turbo Power મોડ માત્ર 1 રૂપિયામાં આપશે, જેમાં 3490mAh બેટરી આપવામાં આવશે. આ મોડની કિંમત 5,999 રૂપિયા છે, પરંતુ ફોનની સાથે ફ્રીમાં આપવામાં આવશે. આ ફોનની કિંમત 34,999 રૂપિયા છે. ફોનની સાથે 18,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે.

સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 5.5 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 6GB રેમ અને 64GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. કેમેરાની વાત કરીએ તો ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે જેમાં 12 મેગાપિક્સલનાં બે IMX386 કેમેરા હશે. તો બીજી તરફ ફ્રંટ કેમેરામાં 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ક્નેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE,ડ્યુઅલર બેન્ડ Wi-Fi 802.11ac,બ્લૂટૂથ v4.2, NFC, GPS/A-GPS અને 2730mAh બેટરી આપવામાં આવી છે.