motorola-introduced-moto-g6-plus-in-india
  • Home
  • Technology
  • મોટોરોલાનો Moto G6 Plus સ્માર્ટફોન લૉન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

મોટોરોલાનો Moto G6 Plus સ્માર્ટફોન લૉન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

 | 3:21 pm IST

ચીનની કંપની Lenovoની માલીકીની કંપની Motorolaએ સોમવારે ભારતમાં મધ્યમ રેન્જવાળો સ્માર્ટફોન Moto G6 Plus રજુ કર્યો છે. આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 22,499 છે. મોટા મોબાઇલ સ્ટોર તેમજ amazon.in પરથી ખરીદી શકાશે. Moto G શૃંખલાવાળો આ ફોન ક્વોલિટી, સ્ટાઈલ પર કંપનીએ વિશેષ ધ્યાન આપ્યુ છે. આ ફોનમાં ઈન્ટીગ્રેટેડ ગૂગલ ફંક્શન સાથે વધુ કાર્ય કરી શકો છો. તેમાં 3-ડી ગ્લાસ છે, જેના કારણે તેનો લૂક ખુબજ પ્રિમિયમ દેખાય છે.

Moto G6 Plusમાં શું છે ખાસ?

Moto G6 Plusમાં 5.9’’ની ફુલ એચડી મેક્સ વિઝન ડિસ્પ્લે, કેવૉલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર, 2.2 ગીગાહર્ટ્સ, 6 GBરેમ, 12 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલ રિયર કેમેરા, 3200 એમએએચ બેટરી આપવામાં આવી છે.

આ પહેલા ભારતમાં Moto G6 અને Moto G6 Play લૉન્ચ કરવામાં આવ્યા છે. Moto G6 અને Moto G6 Playની તુલનામાં Moto G6 Plusમાં મોટું ડિસ્પ્લે ઝડપી પ્રોસેસર, વધુ રેમ છે. પાંચ મહિના પહેલા Moto G6 Plusને બ્રાઝીલમાં લૉન્ચ કરાયો હતો.