NIFTY 9,386.15 -52.10  |  SENSEX 30,365.25 +-205.72  |  USD 64.8725 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • મોટોરોલાએ લોન્ચ કર્યા બે બજેટ સ્માર્ટફોન Moto C અને Moto C Plus

મોટોરોલાએ લોન્ચ કર્યા બે બજેટ સ્માર્ટફોન Moto C અને Moto C Plus

 | 7:28 pm IST

Motorolaએ Moto C અને Moto C Plus સ્માર્ટફોનને લોન્ચ કરી દીધા છે. આ સ્માર્ટફોનના સમાચાર પહેલા પણ લિક થતાં રહ્યાં છે. જોકે, કંપનીએ હવે આ બંને સ્માર્ટફોનને સત્તાવાર રીતે લોન્ચ કરી દીધા છે. આ સ્માર્ટફોન ગ્રાહકો વચ્ચે બજેટ ફ્રેન્ડલી થવાના કારણે ખુબ જ લોકપ્રિય છે. આ સ્માર્ટફોન Moto Eને રિપ્લેસ કરશે.

કંપની અનુસાર Moto c અને Moto C Plus લેટિન અમેરિકા, યુરોપ અને એશિયા પેસિફિકમાં ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થઈ જશે. Moto Cના 3G વર્જન (1GB રેમ/8GB સ્ટોરેજ)ની કિમત લગભગ 6,200 રૂપિયા છે. જ્યારે આના 4G વર્જનની (1GB રેમ/8GB સ્ટોરેજ)ની કિંમત લગભગ 6,999 રૂપિયા છે. તે ઉપરાંત Moto C Plus (1GB રેમ/8GB સ્ટોરેજ)ની કિંમત લગભગ 8,400 રૂપિયા રાખવામાં આવી છે.

Moto C સ્પેશિફિકેશન્સની વાત કરીએ તો, Moto cમાં 854×480 પિક્સલ રિઝોલ્યુશન સાથે 5 ઈંચની ડિસ્પલે આપવામાં આવી છે. તે ઉપરાંત મીડિયાટેક ક્વોડકોર પ્રોસેસર આપવામાં આવ્યો છે. 5 એમપીનો રિયર કેમરો અને 2 એમપીનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આમાં 2350mAhની રિમૂવેબલ બેટરી આપી છે અને આ એન્ડ્રોઈડના નોગેટ પર રન કરે છે. આ સ્માર્ટફોનમાં 1GB રેમ અને 8GB સ્ટોરેજ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ચાર કલર ઓપ્શન સાથે ઉપલબ્ધ છે. જેમાં મેટાલિક, ચેરી, પર્લ વ્હાઈટ અને ફાઈન ગોલ્ડ અથવા સ્ટેરી બ્લેક કલર આવશે.

બીજી બાજુ Moto C Plusના સ્પેશિફિકેશન્સની વાત કરીએ તો આમાં 1280×720 પિક્સલ રિઝોલ્યુશન સાથે 5 ઈંચની HD ડિસ્પલે આપવામાં આવી છે. આમાં 32GB એક્સપેન્ડેબલ સ્ટોરજ અને મીડિયાટેક ક્વોડકોર પ્રોસેસર છે. Moto C Plusમાં 4000mAhની મોટી બેટરી આપવામાં આવી છે અને આ એન્ડ્રોઈડ નોગેટ પર ચાલે છે.

Moto C Plusના કેમેરાની વાત કરીએ તો આના રિયરમાં 8 એમપીનો કેમેરો આપવામાં આવ્યો છે, જ્યારે સેલ્ફી માટે 2 એમપીનો કેમેરો આપવામાં આવ્યો છે. Moto C અને Moto c Plus બંનેમાં સેલ્ફી કેમેરામાં ફ્લેશ આપવામાં આવ્યું છે. કંપનીએ હજુ સુધી ભારતમાં આની લોન્ચિંગ અને કિંમત વિશે કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરી નથી.

1