Moto G6 અને Moto G6 Play ભારતમાં લૉંચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન - Sandesh
  • Home
  • Technology
  • Moto G6 અને Moto G6 Play ભારતમાં લૉંચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

Moto G6 અને Moto G6 Play ભારતમાં લૉંચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

 | 3:07 pm IST

મોબાઈલ નિર્માતા કંપની મોટોરોલાએ ભારતમાં જી6 અને જી6 પ્લે સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. લોન્ચિંગ પહેલા જ કંપનીએ જણાવ્યું કે, તમે આ સ્માર્ટફોન ક્યાંથી ખરીદી શકો છો. જણાવીએ કે મોટોની જી સીરીઝ ભારતમાં પોતાની એફોર્ડેબલ કિંમત માટે ખૂબ જ પોપ્યુલર છે. મોટો જી6 ફ્લિપકાર્ટ પર તો મોટો જી6 એમેઝોન પર મળશે. મોટો હબ સ્ટોર પરથી પણ ફોન મેળવી શકાશે. ભારતમાં મોટો જી6 અને મોટો જી6 પ્લેની કિંમત શું હશે તે અંગે લૉન્ચ ઈવેન્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો.

Moto G6ના 3જીબી રેમ/32 જીબી વૉરિયન્ટની કિંમત 13,999 રૂપિયા અને 4જીબી રેમ/64 જીબી સ્ટોરેજ 15,999 રૂપિયામાં મળશે. જ્યારે Moto G6 Playની કિંમત 11,999 રૂપિયા છે.

Moto G6ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો 18:9 આસ્પેક્ટ રેશિયો સાથે 5.7 ઈંચની ફુલ એચડી સ્ક્રીન, 1.8Ghz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 450 પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે અડ્રેનો 506 જીપીયુ અને 3 જીબી રેમ છે. ફોન એન્ડ્રોઈડ 8.0 ઓરિયો પર ચાલે છે. 12 મેગાપિક્સલનો પ્રાયમરી કેમેરા અને 5 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યો છે. ફોનની સામેની બાજુ સિંગલ એલઈડી ફ્લેશ આપવામા આવ્યું છે.

Moto G6માં ડિસ્પ્લેની નીચે ફિંગરપ્રિન્ટ સેંસર આપવામાં આવ્યું છે. 32 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યું છે જેને માઈક્રોએસડી કાર્ડ થકી 128 જીબી સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4જી એલટીઈ, વાઈ-ફાઈ, યૂએસપી ટાઈપ-સી, એનએફસી, 3.5 એમએમ ઈયરફોન જેક અને બ્લૂટૂથ 4.2 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનમાં 3000mAhની બેટરી આપવામાં આવી છે.

Moto G6 Playમાં 18:9 આસ્પેક્ટ રેશિયો સાથે 5.7 ઈંચની ફુલ એચડી ડિસ્પ્લે, 1.4Ghz ઑક્ટા-કોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર અને અડ્રેનો 505 જીપીયુ આપવામાં આવેલું છે, ફોન એન્ડ્રોઈડ 8.0 ઓરિયો પર રન થાય છે. આ ફોનમાં 3 જીબી રેમ અને 32 જીબી ઈન્ટરનલ મેમરીનો વિકલ્પ મળશે. 13 મેગાપિક્સલનો રિયર કેમેરા જ્યારે 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.

ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનમાં ટર્બોચાર્જ સપોર્ટ કરતી 4000mAh બેટરી આપવામાં આવી છે. ફોનમાં તમામ સ્ટાન્ડર્ડ કનેક્ટિવિટી ફીચર્સ જેવા 4જી એલટીઈ, વાઈ-ફાઈ, બ્લૂટૂથ 4.2, યુએસપી ટાઈપ-સી, 3.5mm ઑડિયો જેક સહિતના ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોન ઇન્ડિગો અને ગોલ્ડ કલરમાં મળશે.