આ ફોનની કિંંમત છે 22,999 રૂપિયા, મળી શકે છે માત્ર 6,999 રૂપિયામાં - Sandesh
  • Home
  • Technology
  • આ ફોનની કિંંમત છે 22,999 રૂપિયા, મળી શકે છે માત્ર 6,999 રૂપિયામાં

આ ફોનની કિંંમત છે 22,999 રૂપિયા, મળી શકે છે માત્ર 6,999 રૂપિયામાં

 | 4:38 pm IST

Motorolaના Moto X4 ફોન પર Flipkart સેલમાં ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ ખુબ જ વધારે છે. 22,999 રૂપિયાવાળા Moto X4ની કિંમત ડિસ્કાઉન્ટ બાદ 6,999 રૂપિયા થઇ જશે. જોકે, આ ઓફર પાછળ એક શરત છે.

Flipkart પોતાની આ સેલમાં મોટોરોલાના આ ફોન પર 16,000 રૂપિયાનું કેશબેક ગેરંટી આપી રહી છે. આ પછી ફોનની કિંમત માત્ર 6,999 રૂપિયા થઇ જશે. ત્યાં જ આ ઓફર અંતર્ગત આ સેલમાં ઘણા અન્ય ફોન પણ છે. આ સ્માર્ટફોનમાં Moto G6 Play, Moto Z2 Force અને Xiaomi Redmi Note 5 પણ સામેલ છે.

ગૂગલ પિક્સલ પર પણ છે ઓફર
ઇ કોમર્સ સેલમાં ગૂગલના પિક્સલ 2 સ્માર્ટપોન પર પણ ઓફર છે. આ ફોનની કિંમત 70 હજાર રૂપિયા છે જે ગ્રાહકોને માત્ર 10,999 રૂપિયામાં મળી રહ્યો છે. જોકે, આ માટે ગ્રાહક પાસે એચડીએફસી કાર્ડ હોવું જોઇએ. ત્યાં જ ફોન પર બાયબેક ગેરંટી ઓફર પણ મળી રહી છે.