mouni roy bikini bold images missing these special place in lock down
  • Home
  • Featured
  • Photos: લોકડાઉનમાં સમુદ્ર કિનારાની મસ્તી યાદ આવી આ અભિનેત્રીને, શેર કરી બીકિની તસવીરો

Photos: લોકડાઉનમાં સમુદ્ર કિનારાની મસ્તી યાદ આવી આ અભિનેત્રીને, શેર કરી બીકિની તસવીરો

 | 7:41 am IST

કોરોના વાયરસને કરાણે હાલ સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે તમામ કલાકાર પોતપોતાના ઘરમાં બંધ છે. બંગાળી એકટ્રેસ મૌની રોય પણ પોતાના ઘરે જ રહીને જુની યાદો તાજી કરી છે. મૌનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે. મૌનીની આ તસવીરો દર્શકોનું મન મોહી લે તેવી આકર્ષક છે.

મૌનીએ તેની બીકિનીમાં સમુદ્ર કિનારે મસ્તીના મૂડ વાળી તસવીરો શેર કરી છે. જે હાલ ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ થઈ રહી છે. સમગ્ર દેશમાં હાલ શૂટિંગ બંધ છે. મૌની રોય તેના ઘરમાં જ વર્ક આઉટ કરી રહી છે. આ સમય એવો છે જે ફુરસદનો છે હેલ્ધી બનવાનો છે મૌની હાલ તેની ફિટનેસ પર ધ્યાન આપી રહી છે.

મૌની રોય ટીવી ક્ષેત્રમાં ખુબ નામ કમાઇ ફિલ્મોમાં અભિનય ક્ષમતા પુરવાર કરી ચુકી છે. મૌનીને હાલ તેની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રની આતુરતાથી રાહ છે. ફિલ્મમાં મૌની રોય રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. બ્રહ્માસ્ત્રને ફોકસ સ્ટુડિયો પ્રોડ્યુસ કરી રહ્યો છે. ફિલ્મનું ડિરેક્શન અયાન મુખર્જી સંભાળી રહ્યા છે. ફિલ્મમાં મૌની રોય ક્યુ પાત્ર નિભાવશે તેની હજુ સુધી બહાર જાણકારી આપવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન