mouni roy dance on inhin logon ne while sitting on boat-actress-video-viral
  • Home
  • Featured
  • નદીમાં હોડી પર સવાર થઇ મૌની રોયે કરી ધમાલ મસ્તી, ડાન્સ કરતો વીડિયો થયો વાયરલ

નદીમાં હોડી પર સવાર થઇ મૌની રોયે કરી ધમાલ મસ્તી, ડાન્સ કરતો વીડિયો થયો વાયરલ

 | 2:59 pm IST

ટીવીની દુનિયાથી બોલિવૂડ પહોંચનારી અભિનેત્રી મૌની રોય આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મૌની રોય ઘણીવાર તેના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહે છે. આટલું જ નહીં, તે ઘણી વાર તેના વીડિયોઝ અને ફોટાઓને કારણે ચર્ચામાં રહે છે.

મૌની રોયે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેમ્બ્રિજની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બોટ પર બેઠી છે અને તેના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. મૌનીએ બોટ પર બેઠાં ઇન્હી લોગોને ગીત પર જોરદાર ડાન્સ કર્યો હતો.

મૌની રોયે કેમ્બ્રિજની આ તસવીરો શેર કરીને તેના મિત્રને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેણે પોતાની પોસ્ટમાં કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. અભિનેત્રી જોરદાર અંદાજમાં જોવા મળી રહી છે, વીડિયોમાં નૃત્ય કરતાં, મૌની રોયની સ્ટાઇલ ખુબજ સુંદર લાગી રહી છે.સોશિયલ મીડિયા પર અભિનેત્રીની ભારે પ્રશંસા થઈ રહી છે. મૌની રોયની આ પોસ્ટને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વખત જોવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન