Mouni Roy dancing with her friend on piya piya song
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મૌની રોયે દોસ્ત સાથે મળીને કરી ધમાલ, પિયા પિયા કરી સોશિયલ મીડિયા ગજાવ્યુ, Video

મૌની રોયે દોસ્ત સાથે મળીને કરી ધમાલ, પિયા પિયા કરી સોશિયલ મીડિયા ગજાવ્યુ, Video

 | 6:59 pm IST
  • Share

ટીવીની ઇચ્છાધારી નાગિન અને બોલિવુડમાં પોતાની ખાસ ઓળખ બનાવનાર મૌની રોય (Mouni Roy) સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટીવ રહે છે. મૌનીએ ફિલ્મોમાં ભલે બહુ ઓછુ કામ કર્યુ હોય પણ તેની સ્ટાઇલ અને ગ્લેમરસ લુકથી દર્શકોના દિલ પર રાજ કરે છે.

મૌની એ તેના ફ્રેન્ડ સાથે એક વીડિયો શેર કર્યો છે જે હાલ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. એકટ્રેસે આ વીડિયોમાં પીયા-પીયા સોન્ગ (piya piya song) પર જબરદસ્ત ડાન્સ કર્યો છે.

આ વીડિયોમાં મૌની સાથે રાહુલ શાનદાર સ્ટેપ કરી રહ્યો છે. એક્સપ્રેશન આપી રહ્યો છે. આ વીડિયોમાં પ્રશંસકો શાનદાર રીએક્શન આપી રહ્યો છે. મૌની રોય બ્રહ્માસ્ત્રમાં નજર આવવાની છે. આ પહેલા તે વેબ સીરીઝ લંડન કોન્ફીડિશિયલમાં કામ કરી ચુકી છે. મૌની રોયની આ સીરીઝ ક્રાઇમ-થ્રિલરથી ભરપુર છે.

મૌનીએ બોલિવુડમાં અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડથી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. એકટ્રેસ ફિલ્મ મેડ ઇન ચાઇનામાં પણ નજર આવી ચુકી છે. જેમા રાજકુમાર રાવે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન