mouni roy green dress photos goes viral on social media
  • Home
  • Entertainment
  • Bollywood
  • Troll થઇ ટીવીની નાગિન, લોકોએ કહ્યું- ‘કપડાં તો ઇસ્ત્રી કરીને પહેરો’

Troll થઇ ટીવીની નાગિન, લોકોએ કહ્યું- ‘કપડાં તો ઇસ્ત્રી કરીને પહેરો’

 | 11:03 am IST

બોલીવુડ અભિનેત્રી મૌની રોયને આજે બધા જ ઓળખે છે. મૌનીએ ગયા વર્ષે બોલીવુડની ‘ગોલ્ડ’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતુ. અને હવે તેની પાસે હિન્દી ફિલ્મોમાં અનેક પ્રોજેક્ટ્સ છે. ઉનાળો શરૂ થઇ ગયો છે અને તાજેતરમાં મોટા ભાગના સેલિબ્રિટી રજા પર છે. આ દરમિયાન ટીવીની જાણીતી નાગિનનો લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રીટિ સિમ્પલ ટ્રેન્ડ અને ગ્રીન કોટન ડ્રેસમાં મૌનીનો દેખાવ ઘણો સરસ છે. પરંતુ મૌનીના આ ફોટા પર યૂઝર્સ વિવિધ ફની ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે.

View this post on Instagram

Tana Riri 🌸🌷 • • • 📸 @nikhilsinhaa

A post shared by mon (@imouniroy) on

મૌનીની આ તસવીરો પર 4 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. મૌનીની એક પોસ્ટ પર એક યૂઝર્સએ કહ્યું કે બાકી બધુ તો ઠીક છે પણ ડ્રેસમાં બરાબર ઇસ્ત્રી તો કરવી હતી. તેમજ મૌનીના ચાહકો તેમના નવા દેખાવની પ્રશંસા કરતાં થાકતા નથી.

ટીવીમાં નામના મળ્યા બાદ એક્ટ્રેસ મૌની રોયની સ્પિડ બોલીવુડમાં આગળ વધી રહી છે. મૌનીએ અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતુ. મૌની પાસે હાલ બોલીવુડની બિગ બજેટની ફિલ્મો છે. અક્ષય અને જોનની સાથે રોમાંસ કર્યા પછી મૌની રોય હવે નવાજુદ્દિન સિદ્દિકી સાથે દેખાશે. મૌની બોલે ચૂડિયા ફિલ્મમાં નવાજ સાથે લિડ રોલ પ્લે કરતી દેખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન