- Home
- Entertainment
- Bollywood
- મૌની રોયે BF સાથે લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું, જાણો કોણ છે વરરાજા અને શું કામ કરે છે

મૌની રોયે BF સાથે લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું, જાણો કોણ છે વરરાજા અને શું કામ કરે છે

ટીવીથી પોતાના કરિયરની ધમાકેદાર શરૂઆત કરનારી અભિનેત્રી(Actress) મૌની રોય(Mouni Roy) હવે બોલિવૂડમાં પણ હિટ અભિનેત્રી તરીકે ઓળખાઈ રહી છે. તેણે કેટલીય હિટ ફિલ્મો આપી છે. પણ હવે તે તેની એક્ટિંગ કે પછી ફિલ્મને લઈને નહીં પણ તેની પર્સનલ લાઈફને લઈને વધારે ચર્ચામાં આવી છે. એવી ખબર મળી રહી છે કે જલ્દી જ મૌની લગ્ન કરવા જઈ રહી છે. જો કે તેના રિલેશનને લઈને આ પહેલા પણ ઘણી ચર્ચાઓ થઈ ગઈ છે. તો વળી આ વખતે મીડિયા રિપોર્ટમાં વરરાજાનું નામ અને ડિલેટ પણ સામે આવી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહી છે.
મૌની રોય પોતાની પર્સનલ લાઈફને લઈ વધારે વાત નથી કરતી હોતી. તો વળી આ વખતે એક જાણીતી ન્યૂઝ ચેનલે રિપોર્ટ કર્યો કે મૌની રોય દુબઈ બેસ્ડ એક બેંન્કર સાથે લગ્ન કરવા જઈ રહી છે. કહેવામા આવી રહ્યું છે કે લોકડાઉન આખું મૌનીએ દુબઈમાં બહેન જીજુ અને તેના બાળકો સાથે જ વિતાવ્યું છે. એ દરમિયાન જ તેને સુરજ નામ્બિયાર સાથે ખુબ પ્રેમ થઈ ગયો અને હવે બન્ને લાંબા સમયના ડેટ બાદ લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.
આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવે છે કે મૌનીએ સુરજ સાથે ફોટો અપલોડ કરીને તેનો આ સંબંધ ઓફિશિયલ પણ કરી નાંખ્યો હતો. વાત એ પણ મળી રહી છે કે સુરજ અને મૌનીનું બોન્ડિંગ પરિવારને પણ ગમ્યું છે અને હવે તે જલ્દી જ ફેરા ફરવા જઈ રહ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ ખબર સાચી પડે છે કે પછી અફવા નીકળે છે.
આ વીડિયો પણ જુઓ: સુરતમાં વધુ એક વાહન પર લોનનું કૌભાંડ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન