mouni roy share Beautiful picthre in Instagram to Dubai
  • Home
  • Featured
  • Photos: પૂલ કિનારે મસ્તી કરતી નજર આવી મૌની રોય, શેર કરી આકર્ષક તસવીરો

Photos: પૂલ કિનારે મસ્તી કરતી નજર આવી મૌની રોય, શેર કરી આકર્ષક તસવીરો

 | 8:29 am IST

ઘરે ઘરે ટીવી શો નાગિનથી લોકપ્રિય થયેલી અભિનેત્રી મૌની રોય હાલ દુબઇ વેકેશનની તસવીરો શેર કરી સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક ખુબસુરત તસવીરો શેર કરી છે. આમાં મૌની રેડ બિકીનીમાં જોવા મળી રહી છે.

મૌનીની તસવીરો તેની મિત્ર માસૂમા પાડી રહી છે. મૌની તમામ તસવીરોમાં ખુબજ ખુશ લાગી રહી છે. મૌનીએ મસ્તી કરતા કેપ્શનમાં લખ્યુ કે માસૂમાએ મને બન પણ બનાવવા દીધુ. સાથે હેશટેગની મદદથી કહ્યુ કે તે પૂલમાં જાય કે ન જાત તે નક્કી નથી કરી શકતી.

મૌની રોયના ઇન્સ્ટાગ્રામ પર 13 મિલિયન એટલે કે 13 કરોડથી વધુ ફોલોઅર્સ છે. ફોલોઅર્સની આટલી મોટી સંખ્યા મૌની કેટલી લોકપ્રિય છે તે દર્શાવે છે. તે જ્યારે પણ કંઈક પોસ્ટ કરે છે, ત્યારે તેના મિત્રો અને ચાહકો તેના લુક્સને જોવા માટે પોતાને રોકી શકતા નથી.

ફિલ્મોમાં આવતા પહેલા મૌનીની ટેલિવિઝનમાં તેજસ્વી કારકિર્દી હતી. તે ટીવી શો ‘નાગિન’માં તેની ભૂમિકા માટે સૌથી વધુ લોકપ્રિય થઈ હતી. તેણે 2018માં અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ગોલ્ડ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેણે ‘રો- રોમિયો અકબર વોલ્ટર’ અને ‘મેડ ઇન ચાઇના’માં કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન