Mouni Roy Shared Her Beautiful Video From Maldives
  • Home
  • Featured
  • મૌની રૉયની અદાઓએ ડૂબતા સૂરજની સુંદરતાને પણ ઝાંખી પાડી, જોઇલો મનમોહક વિડીયો

મૌની રૉયની અદાઓએ ડૂબતા સૂરજની સુંદરતાને પણ ઝાંખી પાડી, જોઇલો મનમોહક વિડીયો

 | 1:52 pm IST

ટીવીથી લઇને બોલીવુડમાં ધમાલ મચાવનારી એક્ટ્રેસ મૌની રૉયે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. મૌની રૉય અત્યારે માલદીવમાં રજાઓ માણી રહી છે. આવામાં તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ફોટો અને વિડીયો શેર કરતી રહે છે. તાજેતરમાં જ મૌની રૉયનો એક વિડીયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં અભિનેત્રીનો અંદાજ અને અદાજો જોવા લાયક છે. વિડીયોમાં મૌની રૉય હોડીમાં બેસીને દરિયાનો નજારો જોતી જોવા મળી રહી છે.

વિડીયોમાં મૌની રૉય ફેન્સને ડૂબતા સૂરજનો નજારો બતાવી રહી છે. અભિનેત્રી વિડીયોમાં પોતાની અદાઓ પણ બતાવી રહી છે. મૌની રૉય આ વિડીયોમાં પ્રિન્ટેડ બિકિની પહેરેલી જોવા મળી રહી છે. સાથે જ હવાથી તેના વાળ ઉડી રહ્યા છે જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. ફેન્સ અભિનેત્રીના આ વિડીયો પર જોરાદાર કૉમેન્ટ કરી રહ્યા છે. મૌની રૉયના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ તેની વેબસીરીઝ ‘લંડન કૉન્ફિડેન્શિયલ’ રીલીઝ થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન