mouni roy then and now pictures of her face transformation
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લાખો દિલોની ધડકન આ અભિનેત્રીની જુની તસવીરો જોઇ ઓળખી નહી શકો

લાખો દિલોની ધડકન આ અભિનેત્રીની જુની તસવીરો જોઇ ઓળખી નહી શકો

 | 5:40 pm IST
  • Share

મૌની રોય ટેલિવિઝનની એક એવી અભિનેત્રી જે પોતાના ગ્લેમરસ અંદાજથી હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે. મૌની રોયની ખુબસુરતી જોઇને તમે અંદાજ પણ ન લગાવી શકો કે પહેલા તે કેવી લાગતી હતી.

મૌની રોયની (mouni roy) જુની તસવીરો જોતા આ વાતનો અંદાજ તમને આવી શકશે કે મૌની પહેલા કરતા કેટલી બદલાઇ ચુકી છે. 2006માં ટીવીથી શરૂઆત કરનાર આજથી 15 વર્ષ પહેલા દેખાવમાં ખુબજ સામાન્ય લાગતી હતી. 2006માં ક્યોંકિ સાસ ભી કભી બહુ થીમાં તેણે કૃષ્ણા તુલસીનો રોલ નિભાવ્યો હતો આ શોમાં તેની ઓપોઝિટ પુલકિત સમ્રાટ હતો. મૌનીને આ રોલથી ખુબજ લોકપ્રિયતા મળી હતી.

આ સિવાય તે જરા નચકે દિખામાં જોવા મળી હતી અને તેના ડાન્સથી દર્શકોના દિલ જીતી આ શો જીતી ગઇ હતી. આ શોમાં કૃષ્ણા તન્ના અને જેનિફર વિંગેટ પણ પ્રતિસ્પર્ધી હતા.

2011માં મૌનીએ પંજાબી ફિલ્મોમાં હીરો હિટલર ઇન લવથી ફિલ્મમાં શરૂઆત કરી. મૌની રોયને દેવો કે દેવ મહાદેવ અને એકતાના શો નાગિને ઘરે ઘરે જાણીતી બનાવી દીધી. બોલિવુડમાં મૌનીએ ગોલ્ડથી એન્ટ્રી મારી આ ફિલ્મમાં અક્ષય કુમારે તેની સાથે કામ કર્યુ રોમિયો અકબર વોલ્ટરમાં પણ અભિનય કર્યો ત્યારબાદ મોની હવે અમિતાભ બચ્ચન અને આલિયા ભટ્ટ, રણવીર કપૂર સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં દેખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન