Mount Abu is devBhumi, Do darsham of Achleshwar mahadev
  • Home
  • Astrology
  • માઉન્ટ આબુ છે એક દેવ ભૂમિ, ન માનતા હોય તો વાંચો આ કથા

માઉન્ટ આબુ છે એક દેવ ભૂમિ, ન માનતા હોય તો વાંચો આ કથા

 | 6:15 pm IST

અચલેશ્વર મહાદેવના દર્શન માત્રથી જીવનના તમામ પાપોમાંથી મુક્તિ મળી જાય છે. અનંત કોટી પુણ્યની પ્રાપ્તિ થાય છે. ત્યાં સાક્ષાત મહાદેવ વિરાજે છે. તે સ્થળે મહાદેવનો વાસ હોવાની અનુભૂતિ થયા વગર રહેતી નથી. કારણકે મહાદેવે ખુદે જ મહર્ષિ વશિષ્ટને પોતે વસવાટ કરતાં હોવાનું કહ્યું હતું. જાણો તેની કથા…..

મહર્ષિ વશિષ્ઠ એક મહાન ઋષિ હતા. તેમની પાસે નંદીની નામની એક ગાય હતી. તે એક વખત એક મોટા ખાડામાં પડી ગઇ આ જાઇને મહર્ષિ વશિષ્ઠે સરસ્વતી નદીને પ્રાથના કરી. સરસ્વતી નદીએ પોતાના નિર્મળ જળથી ખાઇને ભરી દિધી અને ગાય બહાર આવી ગઇ. ત્યારે મહર્ષિએ વિચાર્યુ કે આ ખાઇ તો ભવિષ્યમાં નુકશાનકારક સાબિત થઇ શકે છે તેનો ઉપાય કરવો જરુરી છે.

આમ વિચારીને તેઓ હિમાલય પાસે ગયા અને તેમની પાસેથી તેમના નંદીવર્ધન પુત્રને ખાઇ ભરવા માટે માંગી લીધો. પર્વતરાજ હિમાલયે પોતાના પુત્રને મહર્ષિ વશિષ્ઠની સાથે મોકલી દીધો. ઋષી વશિષ્ઠ પણ તે પર્વત પર નિવાસ કરવા લાગ્યા. સુંદર હરિયાળી અને ખળખળ કરતી નદીઓ આ પર્વત પરથી વહેવા લાગી.આ પવિત્ર પાવન સ્થળ એટલું રમણિય બની ગયું કે તેને જોતાં જ મનના તમામ મેલ ધોવાઈ જાય. અહિં સ્નાન કરવાથી મનુષ્યના તમામ પાપો ધોવાઇ જાય છે. જે સ્થાનક અર્બુદ નામથી પ્રસિદ્ધ થયું.

સ્થાન એટલુ સોંદર્યથી ભરપુર હોવા છતાં મહર્ષિ વશિષ્ઠને સંતોષ નહોતો. તેમને ભોળાનાથની હાજરી વગર આ સ્થાનમાં કશુંક ખૂટતું હોય તેવો અનુભવ થયા કરતો. તેઓ માનતા હતા કે  જે દેશમાં ભગવાનનું મંદિર ન હોય તે કેટલું પણ સુંદર સ્થળ કેમ ન હોય તે કુદેશ છે. માટે જ શિવજીના પ્રાગટ્ય માટે મહર્ષિ વશિષ્ઠે દુષ્કર તપ શરૂ કર્યું. 100 વર્ષો સુધી માત્ર ફળોનો આહાર કર્યો. 200વર્ષો સુધી સુકા પાન ખાધા. 500 વર્ષો સુધી ફક્ત જળ ગ્રહણ કર્યુ. એક હજાર વર્ષો સુધી ફક્ત વાયુ પર રહ્યાં. આવી કઠોર તપશ્રર્યાથી દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થયાં.

તે સમયે પર્વતને ભેદીને એક સુંદર શિવલીંગ પ્રગટ થયું..જે જાઇને મહર્ષિ વશિષ્ઠને નવાઇ લાગી તે અનેક પ્રકારે શિવની સ્તુતિ કરવા લાગ્યા. મહર્ષિ વશિષ્ટનો અહોભાવ જોઈે મહાદેવ પ્રસન્ન થયાં. લિંગમાંથી એક વાણી નિકળી. જેમાં કહેવામાં આવ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, તમારા મનની તમામ વાતોની મને ખબર છે. તમારી અંતરની અભિલાષા પુરી કરવા માટે હું આ લીંગમાં નિવાસ કરીશ. આ લિંગ અચલેશ્વર મહાદેવ તરીકે ઓળખાશે. તેના પુજનથી મનુષ્યને દરેક પ્રકારના સુખ મળશે. તમારી પ્રસન્નતા માટે ઇન્દ્ર દ્વારા મોકલેલી આ ત્રૈલોક્ય પાવની મંદાકિનીમાં સ્નાન કરવાથી જે આ અચલેશ્વર નામના લીંગના દર્શન કરશે તે જીવન મરણથી રહીત થઈને પરમ પદને પ્રાપ્ત કરશે. આટલું વરદાન આપીને શિવ અંતર્ધ્યાન થઇ ગયા. તે પછી આ સ્થળની શોભાનો કોઈ પાર રહ્યો નહિં. વશિષ્ઠ ભગવાન શંકરના અનુગ્રહથી પ્રસન્ન થઇને અનેક તિર્થો અને દેવતાઓને ત્યાં લઇ આવ્યા.

જીવનમાં તક મળે આ અચળેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવાનું ન ચૂકશો. તેનાથી જીવન ધન્ય થઈ જશે. માઉન્ટ આબુ જાવ તો ભગવાન વશિષ્ટ ઋષિના આશ્રમની મુલાકાત લઈને અચળેશ્વર મહાદેવના દર્શન કરવાનું ન ચૂકશો.