#WATCH : Mouse Found In Restaurant Food In Faridabad, Video Viral
  • Home
  • Featured
  • રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કરીને જમવાનું મંગાવનારા ખાસ વાંચજો, Video જોઇ ચીતરી ચઢશે

રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કરીને જમવાનું મંગાવનારા ખાસ વાંચજો, Video જોઇ ચીતરી ચઢશે

 | 11:11 am IST

ફરીદાબાદની એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાંથી શાહી પનીરની સબ્જી પેક કરાવીને એક યુવક ઘરે લઈ આવ્યો હતો, પરંતુ જ્યારે તેણે ઘરે આવીને વાસણમાં શાકને કાઢી તો ત્યારે તેમાંથી એક મરેલો ઉંદર નીકળ્યો હતો. આ જોઈને યુવકના હોંશ ઊડી ગયા હતાં. નારાજ થઈને તે રેસ્ટોરેન્ટમાં પહોંચ્યો. રેસ્ટોરેન્ટમાં તેણે જોયું કે કિચનમાં ઉંદર, વંદા અને કીટકો આળોટી રહ્યા છે. તેણે આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો, જે વીડિયો વાઇરલ થઈ ગયો છે.

વીડિયો સામે આવ્યા પછી ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ હરકતમાં આવ્યું અને રેસ્ટોરેન્ટ પર તેમણે દરોડા પાડ્યા હતા. જ્યારે અધિકારીઓ રેસ્ટોરેન્ટમાં પહોંચ્યા ત્યારે કિચનની હાલત જોઈને તેઓ ચોંકી ઊઠયા હતાં. અધિકારીઓએ જોયું કે કિચનમાં સામાન ગમે તેમ પડયો છે. શાકભાજીઓ આમતેમ પડેલી છે.

લોટમાં વંદા અને જીવાત આળોટતા દેખાયા…

કિચનમાં પડેલા લોટમાં વંદા અને જીવાત આળોટી રહ્યા હતાં. શાકભાજીઓ ખરાબ વાસણોમાં પડેલી હતી, જેમને બનાવવાની હતી. આ જોઈને ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ રેસ્ટોરેન્ટના સ્ટાફ પર ખીજાયા હતા. શાકભાજીઓને ફેંકી દેવામાં આવી અને રેસ્ટોરેન્ટમાં પડેલા લોટ, પનીર અને ટામેટાંના સેમ્પલો લેવામાં આવ્યા.

વીડિયો વાઇરલ થયા પછી ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટએ દરોડા પાડ્યા

આ બાબતે ફૂડ સેફ્ટી ઓફિસર પૃથ્વીસિંહએ કહ્યું કે, વીડિયો વાઇરલ થયા પછી અમે તાત્કાલિક રેસ્ટોરેન્ટ પર દરોડા પાડ્યા હતા. બધી જ શાકભાજી નષ્ટ કરવામાં આવી છે. ખરાબ વાસણોને ધોવામાં આવ્યા છે. આની સાથે જ આખા રેસ્ટોરેન્ટની સાફ-સફાઈ પણ કરાવવામાં આવી છે. અમે રેસ્ટોરેન્ટમાંથી ખોરાકના સેમ્પલો લીધા છે, જેમને અમે ચકાસણી માટે ચંડીગઢ મોકલી આપ્યા છે. જો તેમાં કોઈ ખામીની જાણ આવશે તો રેસ્ટોરેન્ટ સામે પગલાં લેવામાં આવશે.

જાણવા મળ્યું છે કે, જે રેસ્ટોરેન્ટના શાકમાંથી ઉંદર નીકળ્યો હતો, તે ફરીદાબાદની પ્રખ્યાત રેસ્ટોરેન્ટ છે. આવામાં ફૂડ સેફ્ટી ઓફિસર આના પર કડક પગલાં લઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન