Mouth shaped Coin Purse viral on Social Media
  • Home
  • Featured
  • લ્યો બોલો…આવું પણ હોય? વીડિયો જોઈ ડરી ન જતા, સચ્ચાઈ જાણી થઈ જશો સ્તબ્ધ

લ્યો બોલો…આવું પણ હોય? વીડિયો જોઈ ડરી ન જતા, સચ્ચાઈ જાણી થઈ જશો સ્તબ્ધ

 | 8:09 pm IST

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાની એક અલગ દુનિયા છે. જ્યાં સતત અનોખી વસ્તુઓ આપણે જોતા હોઈએ છીએ. કેટલીક એવી તસવીરો અને વીડિયો હોય છે જે લોકોને આશ્ચર્ચમાં મૂકી દે છે. જ્યારે તાજેતરમાં એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક એવી અદ્ધુત કળા દેખાઈ રહી છે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય. જી હાં, આ વીડિયો જોઈ તમે હેરાન થઈ જશો. આપને જણાવી દઈએ કે હાલ સોશિયલ મીડિયા પર માનવીય મોઢા જેવું એક પર્સ વાયરલ થયું છે. જે એક દમ કોઈ વ્યક્તિના મોઢા જેવું દેખાઈ રહ્યું છે. હેરાન કરનારી વાત એ છે કે આ પર્સમાં દાંત અને જડબું પણ છે. જે એકદમ અસલી લાગે છે.

રિપોર્ટ મુજબ આ અજીબો-ગરીબ માનવ મોઢાવાળા પર્સનો વીડિયો એક જાપાની ડીજેએ ટ્વિટર પર શેર કર્યો છે. જેને લખાય ત્યાં સુધી લગભગ 1 લાખથી વધુ રિટ્વીટ અને 2 લાખથી વધુ લાઈક્સ મળ્યા છે. આ વીડિયો જોઈ કેટલાક યૂઝર્સે પર્સને ડરામણું અને વિચિત્ર પણ બતાવ્યું છે. આ પર્સને બન્ને હોઠ વડે ખોલવામાં આવે છે. ત્યાર બાદ તેમાં પૈસી મૂકી શકો છો. પછી પર્સને બંધ કરવા માટે મોઢું બંધ કરવું પડે છે. જોકે આ પર્સ ક્યાં મટિરિયલથી બન્યું છે તે વિશે હાલ કોઈ માહિતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન