પ્રિયંકાએ ભારતીય ફિલ્મોનું કર્યું અપમાન તો લોકોને આવ્યો ગુસ્સો, જુઓ Video - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • પ્રિયંકાએ ભારતીય ફિલ્મોનું કર્યું અપમાન તો લોકોને આવ્યો ગુસ્સો, જુઓ Video

પ્રિયંકાએ ભારતીય ફિલ્મોનું કર્યું અપમાન તો લોકોને આવ્યો ગુસ્સો, જુઓ Video

 | 2:49 pm IST

એવું લાગે છે કે પ્રિયંકા ચોપરાની મુશ્કેલીઓ વધી શકે છે. અમેરિકન TV શો ‘ક્વોન્ટિકો’માં ભારતને નકારાત્મક રૂપમાં દેખાડવામાં આવતી સ્ટોરીનો ભાગ બનવા પર હાલમાં પ્રિયંકાની ખૂબ આલોચના કરવામાં આવી છે અને હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેને જોઇને ફેન્સનો ગુસ્સો વધી ગયો છે.

સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપડાનો એક વિડીયો શેર થયો છે, જેમાં તેઓ ભારતીય ફિલ્મોને લઈને આપત્તિજનક નિવેદન આપતી જોવા મળે છે. આ વિડીયોમાં એક વિદેશી રિપોર્ટરે પ્રિયંકાને બોલીવુડ ડાન્સના અમુક સ્ટેપ સીખડાવવા માટે કહ્યું, ત્યારે પ્રિયંકાએ કહ્યું, ‘ભારતીય ફિલ્મોમાં ફક્તને ફક્ત હિપ્સ અને બૂબ્સ વિશે છે (indian films is all about hips and boobs). તે પછી તેઓ અમુક મૂવ્સ દેખાડતી જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે આ વિડીયો એક વર્ષ જુનો છે અને એમી એવોર્ડ્સ દરમિયાન ઉતારવામાં આવ્યો છે. આ વિડીયોને હાલમાં સોશિયલ મીડિયા પર એક યુઝરે શેર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન