you probably did not know about movie actor varun dhawan
  • Home
  • Featured
  • Photos: ખુબજ ટેલેન્ટેડ, હેન્ડસમ, આત્મવિશ્વાસથી છલોછલ એવા વરૂણ ધવનનો આજે જન્મદિવસ

Photos: ખુબજ ટેલેન્ટેડ, હેન્ડસમ, આત્મવિશ્વાસથી છલોછલ એવા વરૂણ ધવનનો આજે જન્મદિવસ

 | 9:22 am IST

બોલીવુડના આજે સૌથી સારા ટેલેન્ટેડ, હેન્ડસમ, આત્મવિશ્વાસથી છલોછલ અને ચાર્મિંગ એક્ટર વરૂણ ધવન પોતાનો 32મો જન્મદિવસ મનાવી રહ્યો છે. થોડા જ વર્ષોમાં પોતાનું આગવુ સ્થાન જમાવી ચુકેલો આ એક્ટર પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. જે રીતે તેના પ્રશંસકો વધી રહ્યા છે તે જોતા અંદાજ લગાવી શકાય છે કે તે કેટલો લોકપ્રિય છે. તે ખુબજ મહેનતુ છે અને તેની કામની ચારેતરફ પ્રશંસા થઈ રહી છે. આજે તેના જન્મદિવસ પર જાણીએ તેની કેટલીક મજેદાર વાતો.

પપ્પા ડેવિડ ધવને તેને પોતાના હોમ પ્રોડક્શનમાં લૉન્ચ કરવાથી ઈન્કાર કરી દીધો હતો. વરૂણને કહ્યુ કે તારામાં જો ટેલેન્ટ હશે તો ચોક્કસથી તને કામ મળશે. કરણ જૌહરે પોતાની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર’થી વર્ષ 2012માં લૉન્ચ કર્યો હતો.

યૂકેથી બિઝનેસ મેનેજમેન્ટનો કર્યો અભ્યાસ. કોલેજમાં વરૂણ ખુબજ તોફાન મસ્તી કરતો હતો. લંડનમાં અભ્યાસની સાથે એકસ્ટ્રા પૈસા કમાવવા મહેનત કરતો હતો. આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કરણ જૌહરની ફિલ્મ માય નેમ ઈઝ ખાનમાં કર્યુ પહેલું કામ.

વરૂણ ગોવિંદાનો જબરદસ્ત ફેન થે. પોતાની ફિલ્મો અંગે આજે પણ તે ગોવિંદા પાસે અભિપ્રાય માંગે છે. વરૂણ ધવનની આગામી ફિલ્મ રણભૂમિ છે. જે શશાંક ખેતાનની સાથે તેની ત્રીજી ફિલ્મ છે. તે કેટરીના કૈફની સામે ‘ABCD 3’માં નજર આવશે. અભિષેક વર્માની ફિલ્મ કલંકમા તે નજર આવ્યો હતો. આલિયા સાથે આ તેની ચોથી ફિલ્મ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન