Movie Introduction of Urban Gujarati Film Tu Chhe Ne
  • Home
  • Entertainment
  • લાગણી, વિશ્વાસ અને સંબંધને સ્પર્શવા આવી રહી છે શાનદાર ગુજરાતી ફિલ્મ ‘તુ છે ને!’

લાગણી, વિશ્વાસ અને સંબંધને સ્પર્શવા આવી રહી છે શાનદાર ગુજરાતી ફિલ્મ ‘તુ છે ને!’

 | 4:37 pm IST

આગામી 1, માર્ચના રોજ રોમેન્ટિક ગુજરાતી ફિલ્મ ‘તું છે ને!’ રિલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મને રેહાન ચૌધરી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે, ફિલ્મને હરિશ જાની દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મના લીડ તરીકે અભિનેતા શ્યામ અને અભિનેત્રી ડિમ્પલે અભિનય કર્યો છે. આ ફિલ્મ સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે.

આ ફિલ્મનું ટ્રેલર જોતો તમને લાગશે કે ફિલ્મ એક ટિપિકલ લવ સ્ટોરી પર આધારિત નથી કે જેમાં માત્ર હીરો અને હીરોઇન વચ્ચે રોમાન્સ દેખાડવામાં આવ્યો હોય. આ ફિલ્મના ઘણા બધા એવા સંવાદ છે કે જે તમને ટ્રેલરમાં જોયા પછી મોઢે ચડી જશે. જેવા કે “લાઇફમાં આપડે ક્યારેક સાચા ડિસિઝન્સ લેતા હોઇએ છીએ અને ક્યારેક આપણે ડિસિઝન્સને સાચા બનાવતા હોઇએ છીએ. કારણ કે એ લોકો તને ઓળખે છે અને હું તને જાણું છું. તું છે ને, તો જ મારી લાઇફ, લાઇફ છે”.

તો આ ફિલ્મના આ પ્રકારના સંવાદો ક્યાંક ને ક્યાંક દર્શકોને ફિલ્મ સાથે જોડી શકશે, તેમજ આ ફિલ્મ રોમેન્ટિક પણ છે અને સંપૂર્ણ પારિવારિક છે. આ ફિલમમાં વિરાટ અને મેઘાના પાત્રમાં શ્યામ અને ડિમ્પલ સંપૂર્ણ રીતે ઢળી ગયા છે. આ ફિલ્મમાં તમને વિરાટ અને મેઘાની કેમેસ્ટ્રી, સાથે-સાથે વિરાટનો તેની માત પ્રત્યેનો પ્રેમ અને તેના માટે આખી દુનિયા સામે લડી લેવાનો ઍટિટ્યૂડ જોવા મળશે.

જ્યારે પ્રોડ્યુસર હરિશ જાની અને ડિકેક્ટર રેહાન ચૌધરી આ ફિલ્મ એકદમ અલગ જ પ્રકારની લવ સ્ટોરી લઇને આવી રહ્યા છે. આ ફિલ્મમાં લાગણી, વિશ્વાસ અને સંબધ પર વધારે ભાર મુકવામાં આવ્યો છે. આ ફિલ્મનું કેમેરા વર્ક, કાસ્ટિંગ, ડિરેક્શન, લેખન, સંગીત અને અભિનય એકદમ સુંદર રીતે કરવામાં આવ્યું છે, એટલે કે કોઇપણ ફિલ્મ બનાવવા માટેના જરૂરી તમામ મિશ્રણોનો આ ફિલ્મમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ આગામી 1, માર્ચે તમારા નજીકના સિનેમાં ઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે. તો ચૂકતા નહીં આ ફિલ્મને જોવાનું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન