"તૈમુર તમારા માટે છે ખતરો", કરીનાએ અક્ષય કુમારને આપી દીધી ચેલેન્જ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • “તૈમુર તમારા માટે છે ખતરો”, કરીનાએ અક્ષય કુમારને આપી દીધી ચેલેન્જ

“તૈમુર તમારા માટે છે ખતરો”, કરીનાએ અક્ષય કુમારને આપી દીધી ચેલેન્જ

 | 7:09 pm IST

કરીના કપૂર ખાન પોતાની આગામી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ની તૈયારી કરી રહી છે. પોતાના હેક્ટિક શેડ્યુલમાંથી સમય નીકાળીને કરીના પોતાના દીકરા તૈમુર સાથે સમય પસાર કરી રહી છે. તાજેતરમાં કરીના કપૂર ખાન અક્ષય કુમારને એક ઇવેન્ટ દરમિયાન મળી ત્યારે તે મજાકમાં અક્ષયને પડકાર ફેંકતી જોવા મળી રહી હતી. એક વાયરલ વિડીયોમાં કરીનાએ અક્ષયને કહ્યું, “અક્ષય હું કહી રહી છું, તૈમુર તમારા માટે ખતરો છે. ફેન ફૉલોઇંગમાં પણ તે તમને પાછળ છોડી શકે છે. હું તમને ખુલ્લી ચેલેન્જ આપી રહી છું.”

કરીના અક્ષયની સાથે મસ્તી કરી રહી હતી. ચિંતા કરનાર માં હોવાનાં પ્રશ્નનાં જવાબમાં કરીના કહે છે, “હાં, એક માં હોવાને કારણે હું ચિંતા કરું છું. દરેક માંને તેના બાળકની ચિંતા હોય છે, પરંતુ જેટલું હું તેને બહાર ના મોકલવા અને કાળું ટપકું લગાવવા વિશે વિચારીશ તો વધારે ચિંતિત થઇશ. આ કારણે હું તેને સામાન્ય જિંદગી આપવા માંગુ છું.”