NIFTY 9,837.40 -66.75  |  SENSEX 31,524.68 +-270.78  |  USD 64.1375 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Film Review: કેવી છે આજે રિલીઝ થયેલી ‘રનિંગ શાદી’?

Film Review: કેવી છે આજે રિલીઝ થયેલી ‘રનિંગ શાદી’?

 | 6:43 pm IST

ફિલ્મનું નામ : રનિંગ શાદી
ડિરેક્ટર : અમિત રોય
કલાકારો : અમિત સાધ, તાપસી પન્નૂ, અર્શ બાજવા
સમયગાળો : 1 કલાક 54 મિનિટ
સર્ટિફિકેટ : U/A
રેટિંગ : 2 સ્ટાર

ફિલ્મ ‘રનિંગ શાદી’નું નામ પહેલાં ‘રનિંગ શાદી.કોમ’ હતું. આ ફિલ્મનું શૂટિંગ 2013ના ડિસેમ્બરમાં જ થઈ ગયું હતું પણ એની રિલીઝમાં ત્રણ વર્ષનો સમય લાગી ગયો છે.

શું છે ફિલ્મની વાર્તા?
આ ફિલ્મની વાર્તા પંજાબના અમૃતસરમાં આકાર લે છે. અહીં ઘરેણાંના દુકાનના માલિકીની દીકરી નિમ્રત કૌર ઉર્ફે નિમ્મી (તાપસી પન્નુ) અને એની જ દુકાનમાં કામ કરનારો રામ ભરોસે (અમિત સાધ) રહે છે. બિહારનો રામ ભરોસે મનમાં જ નિમ્મીને બહુ પસંદ કરતો હોય છે પણ તેને કહી નથી શકતો. રામ ભરોસે પછી નિમ્મીના પિતાની દુકાનનું કામ છોડીને મિત્ર સરબજીત ઉર્ફે સાયબરજીત (અર્શ બાજવા)ની મદદથી ભાગીને લગ્ન કરનાર યુવક અને યુવતીઓ માટે રનિંગ શાદી નામની વેબસાઇટ બનાવે છે અને 49 કપલ્સના લગ્ન પણ કરાવી દે છે. જોકે નિમ્મી જ્યારે પોતાના બોયફ્રેન્ડ સાથે ભાગવા માટે જ્યારે રામભરોસેની મદદ માગે છે ત્યારે વાર્તામાં ટ્વિસ્ટ આવે છે અને રામ ભરોસે ફસાઈ જાય છે. આ ફિલ્મની વાર્તા પંજાબથી ડેલહાઉસી અને પટના થઈને આખરે અમૃતસરમાં પૂરી થઈ જાય છે.

નબળી કડી
ફિલ્મની સૌથી નબળી કડી એની વાર્તા છે જેને વધારે ટાઇટ કરવાની જરૂર હતી. કેટલાક સંવાદોને મ્યુટ કરવામાં આવ્યા છે જે બહુ ડિસ્ટર્બ કરે છે. ફિલ્મમાં પંજાબી ભાષાનો બહુ ઉપયોગ થયો છે. ફિલ્મની રિલીઝ પહેલાં એવું કોઈ ગીત લોન્ચ નહોતું કરાયું જે ફિલ્મ માટે હલચલ પેદા કરી શકે.

શું કામ જોવી જોઈએ?
ફિલ્મમાં અમિત સાધ અને તાપસી વચ્ચેની કેમિસ્ટ્રી સારી છે અને ગીતો પણ સાંભળવામાં તેમજ જોવામાં સારા લાગે છે. ફિલ્મનું ડિરેક્શન અને પંજાબના લોકેશન પણ સારા છે. આ ફિલ્મને 1100 થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવી છે અને નોર્થમાં આ ફિલ્મ સારી એવી કમાણી કરે એવી સંભાવના છે.